
આ શહેરમાં રહેતા લોકો દિવસમાં બે વાર ધ્યાન કરે છે, જેમાં 'યોગિક ફ્લાઇંગ'નો પણ સમાવેશ થાય છે. આમાં, લોકો પલાઠી મારી બેસે છે અને હવામાં કૂદકા મારે છે. ઘણા લોકો તેમના દૈનિક ધ્યાન માટે મહર્ષિ ગોલ્ડન ડોમ્સ માં જાય છે, આ ઇમારત ધ્યાન માટે બનાવવામાં આવી છે.

અહીંનું ચલણ છે રામ, આ નોટને લોકો રામ કહિને બોલાવે છે.

ગોલ્ડન ડોમ્સ એ મહર્ષિ ઇન્ટરનેશનલ યુનિવર્સિટી (MIU) ના કેમ્પસમાં બે ઇમારતો છે, જે 1980 અને 1981 માં બંધાઈ હતી. આ ઇમારતોમાંથી એકમાં પુરુષો ધ્યાન કરે છે જ્યારે બીજી ઇમારતમાં સ્ત્રીઓ ધ્યાન કરે છે. 2020 ની વસ્તી ગણતરી મુજબ, ફક્ત સાડા ત્રણ ચોરસ માઇલ ગ્રામીણ જમીન પર સ્થિત આ નાનું શહેર હવે ફક્ત 277 લોકોનું ઘર છે.

સમગ્ર શહેરની રચના મહર્ષિ વૈદિક સ્થાપત્યના સિદ્ધાંતો અનુસાર કરવામાં આવી છે. તેમાં આવેલી બધી ઇમારતોનો મુખ્ય પ્રવેશદ્વાર ઉગતા સૂર્ય તરફ એટલે કે પૂર્વ તરફ છે, જેથી રૂમમાં પૂરતો સૂર્યપ્રકાશ પહોંચે.