
આફ્રિક ખંડ એ વિશ્વની સૌથી અનોખી જનજાતિઓનું ઘર ગણાય છે. આમાંની ઘણી જનજાતિઓ આજે પણ અત્યંત ગુપ્ત રીતે એકદમ અલગારી જીવન જીવી રહી છે. તેમને બાકીની દુનિયા સાથે કંઈ લેવાદેવા જ નથી.

આફ્રિકામાં આવી જ એક જનજાતિ વસે છે જે કેન્યામાં અને તેની આસપાસ રહેતા મસાઇ લોકો છે, જેમણે સદીઓ જૂની પરંપરાને આજે પણ જાળવી રાખી છે.

મસાઇ જનજાતિ આજે પણ સદીઓ જૂની પરંપરાઓનું પાલન કરે છે. આમાંથી એક છે ગાયનું તાજું લોહી પીવું.

મસાઇ જનજાતિ મુખ્યત્વે કેન્યા અને તાંઝાનિયામાં રહે છે. મસાઇ લોકોને તેમના લાલ કપડાં પરથી દૂરથી જ ઓળખી શકાય છે.

મસાઇને આફ્રિકાની સુપરસિક્રેટ જનજાતિ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મસાઇ લોકો તેમની પરંપરાઓને ચુસ્તતાથી વળગેલા છે. એ બાબતે કોઈ જ બાંધછોડ કરતા નથી.

નોંધનીય છે કે, મસાઈ લોકો ગાયનું તાજુ લોહી પીવા માટે તેને મારતા નથી. તેના બદલે, તેઓ ખાતરી કરે છે કે ગાય લોહી કાઢતી વખતે મરી ન જાય.

મસાઇ લોકો તીર કે વાંસની બનેલી એક ટ્યુબને ગાયની ગળાની નસ (jugular vein) માં નાખે છે અને તેનુ લોહી કાઢે છે.

મસાઇ લોકો આ લોહીને ગાયના દૂધમાં ઉમેરે છે અને પછી તેને પીવે છે. ખાસ બાબત એ છે કે તેઓ ગાયનું માંસ ખાતા નથી.
Published On - 4:01 pm, Thu, 6 November 25