મોંઘા માર્બલ-ગ્રેનાઈટ છોડો ! ઘરમાં લગાવો આ સસ્તો અને ટકાઉ દેશી પથ્થર, ઉનાળામાં ઘર રહેશે એકદમ ઠંડું

જો તમે પણ નવું ઘર બનાવી રહ્યા છો અને ફ્લોરિંગ કે દીવાલો માટે બજેટ ફ્રેન્ડલી પણ મજબૂત ઓપ્શન શોધી રહ્યા છો, તો કર્ણાટકનો શાહબાદ લાઈમસ્ટોન (Shahabad Limestone) તમારા માટે બેસ્ટ વિકલ્પ છે! આ પથ્થર માત્ર સસ્તો અને ટકાઉ નથી, પરંતુ ગરમીમાં ઘરનું તાપમાન પણ ઠંડું રાખે છે. જાણો તેની તમામ ખાસિયતો અને ફાયદા વિશે

| Updated on: Sep 29, 2026 | 4:53 PM
1 / 10
નવું ઘર બનાવતી વખતે મોટાભાગના લોકો માર્બલ કે ગ્રેનાઈટ પસંદ કરે છે અથવા બજેટ ઓછું હોય તો ટાઇલ્સ તરફ વળે છે. પરંતુ ભારતીય શાહબાદ લાઈમસ્ટોન (Shahabad Limestone) એક એવો સસ્તો અને મજબૂત વિકલ્પ છે જે બજેટમાં પણ બેસે છે અને ઘરને ક્લાસિક નેચરલ લુક આપે છે.

2 / 10
આ દેશી પથ્થર મૂળ કર્ણાટકના શાહબાદ વિસ્તારમાંથી કુદરતી રીતે સ્લેબ સ્વરૂપે મળી આવે છે. તેને જરૂરિયાત મુજબ કાપીને કટીંગ અને ટ્રીમિંગ કર્યા બાદ પોલિશ અથવા રસ્ટિક ફિનિશ આપવામાં આવે છે, જેથી તેની ફિટિંગ કોસ્ટ અન્ય સ્ટોનની સરખામણીએ ઘણી ઓછી થાય છે.

3 / 10
શાહબાદ સ્ટોન માત્ર એક જ ફીકા રંગમાં નથી મળતો. પૃથ્વીના અલગ-અલગ સ્તરોને કારણે તેમાં ગ્રે, બેજ, બ્રાઉન અને સ્લેટ બ્લુ જેવા સુંદર નેચરલ શેડ્સ જોવા મળે છે, જે ઘરને એક અલગ અને અનોખી ઓળખ આપે છે.

4 / 10
શાહબાદ લાઈમસ્ટોન ઘણો મજબૂત અને જાડો હોય છે, જેના કારણે તે દાયકાઓ સુધી ખરાબ થતો નથી. આ જ કારણે ભારતીય ઘરોમાં વર્ષોથી આ પથ્થરનો ઉપયોગ થતો આવ્યો છે.

5 / 10
આ પથ્થરની સૌથી મોટી વિશેષતા તેનો 'થર્મલ માસ' (Thermal Mass) છે. તે ગરમીને ખૂબ ધીમે-ધીમે શોષી લે છે, જેના કારણે સૂર્યનો તાપ હોવા છતાં આ પથ્થર તરત ગરમ થતો નથી અને ઘરની અંદરનું તાપમાન અનુકૂળ અને ઠંડું રહે છે.

6 / 10
પતંગાકાર કે ચોરસ શેપમાં મળતા આ સ્ટોનનો ઉપયોગ ઘરના કોરિડોર, વરંડા, સીડીઓ, આંગણા (ઓપન સ્પેસ) અને બાલ્કની જેવા વધુ વપરાશ થતા વિસ્તારોમાં સૌથી વધુ કરવામાં આવે છે.

7 / 10
શાહબાદ લાઈમસ્ટોન માત્ર ફ્લોરિંગ માટે જ નહીં, પરંતુ દીવાલોની ક્લેડિંગ (Wall Cladding) અને છતની સજાવટ માટે પણ વાપરી શકાય છે. તેનો રસ્ટિક અને રો લુક મોર્ડન તથા ટ્રેડિશનલ બંને ડિઝાઇનમાં સરસ સેટ થાય છે.

8 / 10
આ દેશી પથ્થરને ચમકાવવા માટે અતિશય મોંઘા પોલિશિંગ કે વારંવાર કોટિંગ કરવાની જરૂર પડતી નથી. તેનો નેચરલ ટેક્સચર જ તેની ખરી સુંદરતા છે, જે તેની સંભાળ રાખવાનું સરળ બનાવે છે.

9 / 10
આજકાલ ટોચના આર્કિટેક્ટ્સ પણ સસ્ટેનેબલ અને ઈકો-ફ્રેન્ડલી હોમ ડિઝાઈનિંગ માટે શાહબાદ સ્ટોનનો ઉપયોગ કરી રહ્યા છે. જૂના સમયનો આ દેશી પથ્થર હવે મોડર્ન ઇન્ટિરિયર ડિઝાઇનમાં પણ ટ્રેન્ડ કરી રહ્યો છે.

10 / 10
મોંઘા અને ચળકતા મટિરિયલના જમાનામાં શાહબાદ સ્ટોન એ વાત સાબિત કરે છે કે સુંદરતા હંમેશા મોંઘી નથી હોતી. તેની સાદગી, મજબૂતી અને દેશી લુક હોમ ટ્રેન્ડ બદલાય તો પણ ક્યારેય જૂનો (Outdated) લાગતો નથી.

Follow Us
Loading...
Unable to load recommendations.