
અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના લોસ એન્જલસ શહેરમાં ભારતીય 77મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય અને ગૌરવસભર ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમનું આયોજન ભારતીય સંસ્થા IALA (Indian Association of Los Angeles) દ્વારા કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ તારીખ 26 જાન્યુઆરી 2026, રવિવારે સાંજે 5:00 થી 9:00 વાગ્યા સુધી લોસ એન્જલસ સ્થિત એક વિશાળ હોલમાં યોજાયો હતો, જેમાં ભારતીય સમુદાયના અનેક આગેવાનો, મહેમાનો અને વિશિષ્ટ વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉજવણીમાં ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને રાષ્ટ્રપ્રેમને ઉજાગર કરતી વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી. ભારતીય સંગીત, નૃત્ય અને દેશભક્તિ ગીતોની રજૂઆત દ્વારા ઉપસ્થિત દર્શકોમાં ઉત્સાહ અને ગૌરવની લાગણી જગાવી હતી. કાર્યક્રમમાં ભારતના બંધારણ અને લોકશાહી મૂલ્યોને યાદ કરવામાં આવ્યા હતા.

લગભગ 500 થી વધુ મહેમાનો (VIPs અને સેલિબ્રિટીઝ સહિત) આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પ્રજાસત્તાક દિવસનું મહત્વ સમજાવતા સંબોધનો આપવામાં આવ્યા હતા અને ભારતના વિકાસ, એકતા તથા વૈવિધ્યતાની પ્રશંસા કરવામાં આવી હતી.

આ પ્રસંગે અનેક પ્રતિષ્ઠિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મુખ્યત્વે... ડંકન સિંહ, મેયર ઓફ સેક્રામેન્ટો (કેલિફોર્નિયા), મિસ્ટર જોન શાહ, સિનિયર ઓફિસર – LAPD ડિસ્ટ્રિક્ટ 46, સ્કોટ શ્મેરેલસન, લોસ એન્જલસ યુનિફાઇડ સ્કૂલ ડિસ્ટ્રિક્ટના બોર્ડ સભ્ય, મનપ્રીત સંધુ, બિઝનેસ લીડર, Nithya Raman, લોસ એન્જલસ સિટી કાઉન્સિલ સભ્ય, મિસ્ટર જોન લી, કાઉન્સિલ મેમ્બર – ડિસ્ટ્રિક્ટ 12, મિસ્ટર Brad Sheramn, યુ.એસ. કોંગ્રેસમેન, ડૉ. કે.જે. શ્રીનિવાસા, લોસ એન્જલસ સ્થિત ભારતીય કાઉન્સલ જનરલ શામેલ રહ્યા હતા.

પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને ભારત – બંને દેશોના રાષ્ટ્રધ્વજનું ગૌરવપૂર્ણ રીતે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.ત્યારબાદ બંને દેશોના રાષ્ટ્રીય ગાનનું સંયુક્ત ગાન કરવામાં આવ્યું, જે સમગ્ર માહોલને ભાવુક અને ગૌરવસભર બનાવી દીધો.

આ કાર્યક્રમમાં ફૂડ સ્ટોલ્સ, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા સમુદાયને જોડતી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે 9 વાગ્યા સુધી ચાલેલા આ કાર્યક્રમમાં ભારતીય સમુદાયે એકતા, સંસ્કૃતિ અને દેશપ્રેમની ભાવનાને હૃદયપૂર્વક ઉજવી હતી.

આ રીતે લોસ એન્જલસમાં આયોજિત ભારતીય પ્રજાસત્તાક દિવસની ઉજવણી ભારત અને અમેરિકાના મજબૂત સંબંધો તથા ભારતીય સમુદાયની એકતાનું ઉત્તમ ઉદાહરણ બની રહી.
Published On - 4:47 pm, Tue, 3 February 26