
ધનુષ સાથેના દર્શન અદ્ભૂત જોવા મળી રહ્યા હતા. અદ્ભૂત દર્શન કરીને ભક્તો પણ ધન્યતા અનુભવી રહ્યા હતા. ભગવાનને સુંદર રીતે સજાવવામાં આવ્યા હતા.

મંદિર પરિસરમાં સંતવાણી, ડાયરો અને ભજન મંડળીઓના આયોજન કરવામાં આવ્યા હતા. અહીં વહેલી સવારથી જ રામ ભજન ભજવામાં આવી રહ્યા હતા. રામાયણના પાત્રો સ્થાનિક શાળા કોલેજ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા.

12.39 એ રામ ભગવાનની પ્રતિષ્ઠા કરાતા જ ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. ભક્તોએ આતશબાજી બાદ આરતીનો લાભ લીધો હતો.