
બીજું કે રાહુ છે એ પરાક્રમના સ્થાનમાં પડ્યો હોવાથી ત્રીજા સ્થાનમાં એને હિસાબે પોતાનું પરાક્રમ પ્રગટ કરવા માટે એમને વનવાસ પણ જવુ પડ્યુ હતું. વનવાસ જવાનું કારણ રાક્ષસોનો નાશ કરવાનું પણ હતું. રાક્ષસોનો નાશ કરવા માટે પરાક્રમી હોવું જોઈએ એટલે પ્રભુ શ્રીરામજી ત્યાં જવું પડ્યું છે અને એને હિસાબે એમના જીવનમાં આ વનવાસ આવ્યો હતો. અન્ય ગ્રહોની સ્થિતિ પણ ખૂબ જ એના ભાગ્યવાન દર્શાવે છે.

ભગવાનની જન્મ કુંડળી વિશે મંદિરનાં મહંત યોગેન્દ્રનાથપુરી બાપુ જણાવ્યું હતું કે આ મંદિર 50 વર્ષ જેટલું જુનુ છે. એમને એક એવો વિચાર આવ્યો કે આ રામમંદિર હોવાથી અહીં પ્રભુ શ્રીરામ ભગવાનની કુંડળી હોવી જોઈએ. જેથી શાસ્ત્રો તેમજ પુરાણોની મદદથી શ્રીરામ ભગવાનની કુંડળી મઢાવવામાં આવી છે. આ કુંડળી ગણેશશાસ્ત્રમાં છે. જેથી શાસ્ત્રમાં જોઈને આ કુંડળી બનાવવામાં આવી છે.