
Live in relationship : લિવ-ઇન રિલેશનશિપ એ બે અપરિણીત લોકો વચ્ચેનો સંબંધ છે. આમાં બંને લોકો સાથે રહે છે અને લગ્નની જેમ એકબીજા સાથે જોડાયેલા છે. લિવ-ઇન રિલેશનશિપને સામાન્ય રીતે લગ્ન વિના સાથે રહેવા તરીકે ઓળખવામાં આવે છે.

ભારતમાં લિવ-ઇન રિલેશનશિપને કાયદેસર માન્યતા નથી. જો કે ભારતની સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે લગ્ન વિના લિવ-ઇન રિલેશનશિપ ગુનો નથી.

એસ.ખુશ્બુ વિ. કન્નીઅમ્મલ (2010) : કોર્ટે કહ્યું કે, લિવ-ઇન રિલેશનશિપને ગુનો ગણી શકાય નહીં અને તે બે પુખ્ત વયના લોકોનો વ્યક્તિગત નિર્ણય હોય છે. ઇન્દ્ર શર્મા વિ. વી.કે.વી. શર્મા (2013) : સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો સંબંધ લાંબા સમય સુધી ટકી રહ્યો હોય તો તેને લગ્ન જેવું કાનૂની રક્ષણ મળી શકે છે.

નિયમ : કોર્ટે કહ્યું કે 18 વર્ષથી વધુ ઉંમરના બે પુખ્ત વયના લોકો વચ્ચે સંમતિથી લિવ-ઇન સંબંધ બાંધવો ભારતમાં ગુનો નથી. લિવ-ઇન રિલેશનશિપ શું છે? લિવ-ઇન રિલેશનશિપ એ એવા સંબંધો છે જેમાં 18 વર્ષથી વધુ ઉંમરના બે પુખ્ત વયના લોકો એકબીજા સાથે લગ્ન કર્યા વિના સાથે રહે છે. લગ્નથી વિપરીત, લિવ-ઇન રિલેશનશિપમાં કોઈ કાનૂની અસરો હોતી નથી.

કોઈપણ લિવ-ઇન રિલેશનશિપમાં બંને પક્ષો સતત સમયગાળા માટે સાથે રહેતા હોવા જોઈએ. કોઈપણ પક્ષ એવો ન હોવો જોઈએ કે થોડો ટાઈમ સાથે રહે અને થોડો ટાઈમ અલગ રહે. સાથે રહેવાનો વાજબી સમયગાળો જરૂરી છે. જો યોગ્ય સમયગાળો પૂર્ણ થાય તો તેને લિવ ઇન રિલેશનશિપ ગણવામાં આવશે.