
રાજસ્થાનના અન્ય ખેલાડી જોફ્રા આર્ચર પણ ટીમમાં જોડાઈ શકશે નહીં. આર્ચરની કોણીની ઈજા સાજા થઈ નથી અને તેથી જ તે ભારત સામે ચાલી રહેલી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં રમી રહ્યો નથી. IPLના બીજા તબક્કામાં પણ રાજસ્થાનને તેની સેવાઓ મળશે નહીં.

ડેનિયલ સેમ્સ આ વર્ષે વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આવ્યો હતો. તે દિલ્હી કેપિટલ્સથી આ ટીમમાં આવ્યો હતો. પરંતુ તે વર્તમાન સિઝનના બીજા તબક્કામાં ઉપલબ્ધ નથી અને ફ્રેન્ચાઇઝીએ તેના સ્થાને શ્રીલંકાના દુષ્મંથા ચમીરાને સામેલ કર્યા છે.

પેટ કમિન્સ કોલકાતા નાઈટ રાઈડર્સના બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરતા હતા પરંતુ ઓસ્ટ્રેલિયન બોલર અંગત કારણોસર આઈપીએલના બીજા તબક્કામાં ભાગ નહીં લે. આ સિઝનમાં કમિન્સે KKR માટે સાત મેચ રમી અને નવ વિકેટ પોતાના નામે કરી.તેણે સાત મેચમાં કુલ 93 રન બનાવ્યા હતા, જેમાં 66 રનની ઇનિંગ સામેલ હતી.

પંજાબ કિંગ્સને તેમના બે વિદેશી ખેલાડીઓની સેવાઓ પણ મળશે નહીં. આ બે ખેલાડીઓ છે રિલે મેરિડિથ અને ઝાય રિચાર્ડસન. મેરેડિથને સાઈડ સ્ટ્રેનની સમસ્યા છે અને તેથી જ તે યુએઈમાં આઈપીએલ નહીં રમે. તેના સ્થાને પંજાબે ટીમમાં નાથન એલિસની પસંદગી કરી છે.

ન્યુઝીલેન્ડના ફિન એલન અને સ્કોટ કુગ્લેઈન પણ યુએઈમાં આઈપીએલ રમતા જોવા મળશે નહીં. તે બંને રાષ્ટ્રીય ટીમમાં વ્યસ્ત રહેશે તેથી લીગનો ભાગ બની શકશે નહીં. બંને RCB માટે IPL-2021 રમી રહ્યા હતા.