
ટ્રિગોન ટ્વીન ટાવર પણ અમદાવાદની ઉંચી બિલ્ડિંગોમાંની એક છે જેની ઉંચાઈ 130 મીટર અને 427 ફુટ છે. જે કુલ 31 માળની કોમર્શીયલ બિલ્ડિંગ છે આ બિલ્ડિંગ અમદાવાદની વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલી છે. જેનું કામ હાલ ચાલી રહ્યું છે તેમજ તે 2028 સુધીમાં બનીને તૈયાર થશેનું અનુમાન છે

ધ 31st અને Z2 પણ અમદાવાદની ઉંચી બિલ્ડિંગમાંની એક છે જે બન્ને કુલ 32 માળની છે જેમાં ધ 31st રેસિડેન્સીયલ બિલ્ડિંગ છે જે 2022માં બનીને તૈયાર થઈ ગઈ છે તેમજ તે થલતેજ ખાતે આવેલી છે. જ્યારે Z2 એક કોમર્શીય બિલ્ડિંગ છે જે 2028માં બનીને તૈયાર થશે અને તે પણ થલતેજ પાસે આવેલી છે.

Z Luxuria તે અમદાવાદની 476 ફુટ ઉંચી ઈમારત છે જેના કુલ 33 માળ છે આ એક રેસિડેન્સીયલ બિલ્ડિંગ છે જે ગયા વર્ષે જ બનીને તૈયાર થઈ છે. આ બિલ્ડિંગ અમદાવાદની ટોપ ઉંચી બિલ્ડિંગમાં છઠ્ઠા સ્થાને આવે છે જે પણ થલતેજ વિસ્તારમાં આવેલી છે.

Mondeal One અમદાવાદની સૌથી ઉંચી ઈમારતોમાં પાંચમાં સ્થાને છે જેની ઉંચાઈની વાત કરીએ તો તે 476 ફુલ ઉંચી છે. તેમજ તેના માળની વાત કરી એ તો આ બિલ્ડિંગ કુલ 35 માળ ધરાવે છે જે પણ ગયા વર્ષે બનીને તૈયાર થયેલી કોમર્શીયલ બિલ્ડિંગ છે. આ બિલ્ડિંગ ગાંધીનગર સરખેજ રોડ પર આવેલી છે.

Maruti360 Tower 1 અને 2 આ અમદાવાદની ઉંચી ઈમારતોમાંની એક છે જે ટોપ ઉંચી ઈમારતોની યાદીમાં 3 અને 4થા સ્થાને આવે છે. આ બન્ને બિલ્ડિંગ 512 ફુટની છે તેમજ બન્ને ઈમારતમાં કુલ 37 માળ છે. આ બન્ને ઈમારત રેસિડેન્સીયલ છે જે 2029માં બનીને તૈયાર થશે.આ બિલ્ડિંગ મારુતી રોડ, સાનિધ્ય નજીક આવેલી છે.

અમદાવાદની બીજા નંબરની સૌથી ઉંચી ઈમારત Royce One છે. જેની ઉંચાઈ 158 મીટર એટલે કે 518 ફુટ ઉંચી છે આ બિલ્ડિંગ. આ ઈમારતમાં કુલ 38 માળ આવેલા છે જેનું પણ હાલ કામ ચાલી રહ્યું છે અને તે 2029માં બનીને તૈયાર થઈ શકે છે. આ ઈમારત આંબલી બોપલ રોડ નજીક આવેલી છે.

અમદાવાદની સૌથી ઉંચી બિલ્ડિંગ Titanium World Tower એસ જી રોડ પર બની રહી છે જેનાં કુલ 41 માળની હશે. મહત્ત્વની વાત એ છે કે આ કોઈ કોમર્શિયલ બિલ્ડિંગ નહીં પણ રેસિડેન્શિયલ ટાવર હશે. એસ જી રોડ પર પહેલેથી ૪૧ માળની એક કોમર્શિયલ ઈમારતનું કામ ચાલી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે 41 માળની ગગનચુંબી ઈમારતમાં 4 અને 5 એપાર્ટમેન્ટ હશે.
Published On - 1:22 pm, Tue, 5 March 24