New Year 2022: ભારતમાં 12 વાગ્યે શરૂ થશે ઉજવણી, પરંતુ આ દેશોમાં ભારત પહેલા જ મનાવાશે ન્યૂ યર

|

Feb 04, 2023 | 5:09 PM

New Year 2022: લોકો ભારતમાં નવા વર્ષની ઉજવણી કરવા માટે તૈયાર છે. પરંતુ વિશ્વના કેટલાક દેશોમાં નવા વર્ષની ઉજવણી ભારત પહેલા શરૂ થઈ જશે.

1 / 6
સમગ્ર વિશ્વમાં લોકો નવા વર્ષની ઉજવણી કરવા માટે તૈયાર છે. ભારતમાં પણ લોકો નવા વર્ષને ઉત્સાહભેર આવકારવાની તૈયારીઓ કરી રહ્યા છે. જોકે નવા વર્ષ માટે રાત્રે 12 વાગ્યા સુધી રાહ જોવી પડશે. પરંતુ વિશ્વના કેટલાક દેશોમાં નવા વર્ષની ઉજવણી દિવસના સમયે અથવા તો ભારત પહેલા જ શરૂ થશે અને અહીં કેલેન્ડરમાં તારીખ પહેલાથી જ બદલાઈ જશે. આવો જાણીએ આ કયા દેશો છે.

2 / 6
કિરીબાતીઃ ભારત અને કિરીબાતી વચ્ચે 8.30 કલાકનો તફાવત છે. આ કારણે, જ્યારે ભારતમાં દિવસનો સમય હશે, ત્યારે જ કિરીબાતીમાં નવા વર્ષની ઉજવણી શરૂ થશે. વિશ્વમાં સૌથી પહેલા નવ વર્ષની ઉજવણી કિરીબાતીમાં કરવામાં આવે છે.

3 / 6
ન્યુઝીલેન્ડ: ન્યુઝીલેન્ડ એ દક્ષિણપશ્ચિમ પેસિફિક મહાસાગરમાં આવેલો એક ટાપુ દેશ છે. તેના બે મુખ્ય લેન્ડમાસ ઉત્તર ટાપુ અને દક્ષિણ ટાપુ છે. વધુમાં, ન્યુઝીલેન્ડમાં 700 થી વધુ નાના ટાપુઓ છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સમયનો તફાવત 7.30 કલાકનો છે. અહીં નવા વર્ષની ઉજવણી ભારત પહેલા શરૂ થઈ જશે.

4 / 6
ફિજી: દક્ષિણ પેસિફિકમાં સ્થિત ફિજી દેશ 300 થી વધુ ટાપુઓનો દ્વીપસમૂહ છે. તે કઠોર ભૂપ્રદેશ, પામ વૃક્ષો સાથે દરિયાકિનારા અને સ્વચ્છ લગૂન્સ ધરાવે છે. ભારત અને ફિજી વચ્ચે 6.30 કલાકનો તફાવત છે. આ જ કારણ છે કે અહીંના લોકો આપણા પહેલા નવા વર્ષની ઉજવણી કરશે.

5 / 6
ઓસ્ટ્રેલિયા: વિશ્વના છઠ્ઠા સૌથી મોટા દેશ ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે સમયનો તફાવત 5.30 કલાકનો છે. નવા વર્ષની ઉજવણી સૌથી પહેલા દેશની રાજધાની કેનબેરામાં શરૂ થશે. આ પછી, ધીમે ધીમે લોકો દેશના અન્ય શહેરોમાં પણ ઉજવણી કરશે.

6 / 6
જાપાન: જાપાન પૂર્વ એશિયામાં સ્થિત એક ટાપુ દેશ છે. તે ઉત્તર પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં સ્થિત છે. ભારત અને જાપાન વચ્ચે સમયનો તફાવત 3.30 કલાકનો છે. જેના કારણે નવી દિલ્હી પહેલા ટોક્યોમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવશે.

Published On - 4:55 pm, Fri, 31 December 21

Next Photo Gallery