
તમે આને શોધતા જ, Do you want to continue and set up voice Access? લખેલું દેખાશે. તમે તેની બાજુમાં બે વિકલ્પો જોશો: Yes, Continue કે No, Thanks.

વોઇસ એક્સેસ મેળવવા માટે, તમારે Yes, Continue વિકલ્પ પર ક્લિક કરવું પડશે. આ પછી જ તમારા લેપટોપમાં વોઈસ એક્સેસ એક્ટિવેટ થશે. હવે તમારે તમારા લેપટોપમાં માઇક્રોફોન વિકલ્પ પણ ચાલુ કરવો પડશે, જેના દ્વારા લેપટોપ તમારો અવાજ એક્સેસ કરી શકશે.

આ પછી તમે તમારા અવાજ દ્વારા લેપટોપને નિયંત્રિત કરી શકશો. તમારે લેપટોપમાંથી જે પણ કામ કરાવવાનું હોય, તમારે ફક્ત લેપટોપને તે આદેશ આપવાનો છે અને તમારું કામ થઈ જશે.

આ વોઈસ એક્સેસ ફીચર દ્વારા તમે લેપટોપ પર પણ ટાઈપ કરી શકો છો, કોઈપણ ફાઈલ ઓપન કરી શકો છો અને સિસ્ટમને બંધ કરી શકો છો.