Gujarat: લેફ્ટનન્ટ જનરલ અજય કુમાર સિંહે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે કરી મુલાકાત, જુઓ Photos
અતિવિશિષ્ટ સેવા મેડલ, યુદ્ધ સેવા મેડલ અને વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત અજય કુમાર સિંહે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના કૃષિ, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે યોગદાન માટે અહોભાવ વ્યક્ત કર્યો હતો.
12 કોરના જનરલ ઓફિસર કમાન્ડિંગ, વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત લેફ્ટનન્ટ જનરલ રાકેશ કપૂર અને 11 રેપિડ (એચ)ના જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર જનરલ શમશેર સિંહ પણ આ મુલાકાતમાં સાથે રહ્યા હતા.