મહાભારતના મહારથી અર્જુન વિશે તો બધાં જાણતા જ હોય. મહાભારતમાં આ અર્જુનના વિવિધ નામોનો ઉલ્લેખ મળે છે. પાર્થ, કૌન્તેય જેવાં નામો તો એટલાં જ પ્રચલિત છે. આ સિવાય અર્જુન એ ફાલ્ગુન, કૃષ્ણ, ધનંજય, વિજય, શ્વેતવાહન, કિરીટી, બીભત્સુ, સવ્યસાચી અને જિષ્ણુ જેવાં નામે પણ ઓળખાતા. અર્જુનના આ વિવિધ નામોના અર્થને સમજવું રસપ્રદ બની રહેશે.