
ભારતમાં જ તૈયાર થયેલી આ ક્રુઝ શહેરીજનોની સુવિધા ઉપરાંત સલામતી- સુરક્ષા પણ પૂરી પાડશે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે 30 મીટર લાંબી અને 10 મીટર પહોળાઈ ધરાવતા આ ક્રુઝમાં ભોજન, સંગીત જેવી સુવિધા પણ મળવાની છે, તેમાં ફાયર સેફ્ટી સુરક્ષાનાં પાસાંઓને પણ ધ્યાને રખાયાં છે.

અમિત શાહે વધુમાં જણાવ્યું કે નરેન્દ્ર મોદીએ હંમેશાં પ્રવાસન સ્થળોને વધુ સુવિધાયુક્ત અને આકર્ષક બનાવવાની નેમ રાખી, એટલું જ નહિ, યાત્રાધામોને રોડ- રેલ માર્ગ અને હવાઈ માર્ગથી જોડવાની કામગીરી પણ સંપન્ન કરાવી છે. સાથે સાથે દેશના અન્ય રાજ્યોની સંસ્કૃતિ સાથે ગુજરાતની સંસ્કૃતિને એક તાંતણે બાંધીને ઇકો સિસ્ટમ વિકસાવીને ટુરિઝમ ક્ષેત્રને નવી ઊંચાઈ આપી છે, એવું તેમણે ઉમેર્યું હતું.