
ઉનાળાની સિઝનમાં જાણે કે ચોમાસુ શરૂ થઈ ગયુ હોય તેવુ અનુભવાઈ રહ્યું છે. અચાનક વરસાદ વરસતા રસ્તા પર ઘણા લોકો અટવાઈ પડ્યા અને ટુ વ્હીલર ચાલકો વરસાદથી બચવા માટે આસપાસમાં આવેલી દુકાનો અને શેડમાં રોકાયા છે.

શહેરના મોટા ભાગના વિસ્તારો ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ મોડી રાત્રી દરમિયાન વરસ્યો હતો. કમોસમી વરસાદને લઈ પગલે સતત ત્રીજા દિવસે પણ ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે.