
ક્રોનોબાયોલોજી ઇન્ટરનેશનલમાં પ્રકાશિત થયેલું આ સંશોધન 1981 થી 2018 વચ્ચે 24,000 જોડિયા (ટ્વિન્સ)ના સ્વાસ્થ્ય પર કરવામાં આવ્યું હતું. જેમાં તેની સ્લીપ સાઈકલ અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

આ 37 વર્ષોમાં (1981થી 2018) 8,728 મૃત્યુના રેકોર્ડ પણ જોવા મળ્યા હતા. જેના પરથી જાણવા મળ્યું હતું કે જે લોકો મોડી રાત સુધી જાગતા હતા તેઓ રાત્રે વહેલા સૂઈ જતા લોકો કરતા વહેલા મૃત્યુ પામ્યા હતા.

સંશોધકોનું કહેવું છે કે જે લોકો મોડી ઊંઘે છે તેમના શરીરમાં મેલાટોનિન હોર્મોન, જે ઊંઘને પ્રેરિત કરે છે, તે મોડેથી મુક્ત થાય છે. જેના કારણે ઊંઘ મોડી આવે છે, સાથે જ તેઓ સવારે વહેલા ઉઠી શકતા નથી. જો તેઓ વહેલા ઉઠે તો પણ તેઓ સક્રિય રહેતા નથી, તેમનામાં બપોર કે સાંજ સુધી જ ઉર્જા આવે છે. નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. આ રિસર્ચ સાથે Tv9 ગુજરાતી પણ સંમત જ છે તેમ માનવું નહી