
નિયમિત સર્વિંસ કરાવો: જો તમારું લેપટોપ કે કોમ્પ્યુટર વારંવાર હેંગ થતું હોય તો તેની નિયમિત સર્વિસ કરાવો. વાસ્તવમાં ઘણા દિવસો સુધી સતત તેનો ઉપયોગ કરવાથી આ સમસ્યા થઈ શકે છે. કેટલીકવાર, લેપટોપની અંદર હાજર ફેન જામ થવાને કારણે કે બોડી વધુ પડતી ગરમ થવાને કારણે લેપટોપ અને કોમ્પ્યુટર હેંગ થઈ જાય છે આથી નિયમિત સર્વિસ કરાવો

ડિસ્ક સ્ટોરેજ અને રિસાયકલ બિનને ક્લીન કરો : લેપટોપ અથવા કોમ્પ્યુટરમાં વારંવાર હેંગ થવાની સમસ્યાને ઠીક કરવા માટે, ડિસ્ક સ્ટોરેજ અને રિસાયકલ બિનને ક્લિયર કરવાનું ભૂલશો નહીં. વાસ્તવમાં, ડિસ્ક સ્ટોરેજ ભરાઈ જવાને કારણે કમ્પ્યુટર ધીમું થઈ જાય છે અને તે બાદ તેમાં હેંગ થવાની સમસ્યા સર્જાય છે. મોટા ભાગના લોકો મોટી ફાઈલો ડિલીટ કરી દે છે પરંતુ તેને રિસાઈકલ બિનમાંથી ડિલીટ કરવાનું ભૂલી જાય છે, આથી તે ક્લિયર કરો

સોફ્ટવેર અને એન્ટીવાયરસથી બચો: જો તમારું લેપટોપ કે કોમ્પ્યુટર વારંવાર હેંગ થાય છે તો તેમાં હાજર બિનજરૂરી સોફ્ટવેરને અનઇન્સ્ટોલ કરો. ઘણા બધા સોફ્ટવેર અને એન્ટીવાયરસ હોવાને કારણે હેંગિંગની સમસ્યા પણ થઈ શકે છે. એન્ટિવાયરસ કમ્પ્યુટર સુરક્ષા માટે હોઈ શકે છે પરંતુ તે તમામ એપ્સ અને સોફ્ટવેર પર નજર રાખે છે. સામાન્ય સોફ્ટવેરથી વિપરીત, તે બેકગ્રાઉન્ડમાં સતત ચાલે છે.

લેપટોપ રિસ્ટાર્ટ કરીને જુઓ: લેપટોપના પાવર બટનને થોડીવાર દબાવી રાખ્યા પછી, તમારા લેપટોપને રીસ્ટાર્ટ કરો. રિસ્ટાર્ટ કર્યા પછી તમારું લેપટોપ ઠીક થઈ જશે. તમે તમારા લેપટોપને અપડેટ રાખીને પણ આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.