
શામળાજી વિષ્ણું મંદિરને છેલ્લા કેટલાક દિવસથી સુંદર લાઈટીંગ કરીને સજાવવામાં આવ્યુ છે. રંગબેરંગી લાઈટોથી શામળાજી મંદિર સુંદર રોશનીથી ઝળહળી રહ્યુ છે. સોમવારે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા યોજાતા દિવડાઓની જ્યોત પ્રગટાવીને રોશની કરવામાં આવી હતી.

અસંખ્ય દિવડાઓ વડે મંદિરને સુંદર રીતે સજાવવામાં આવ્યુ છે. પૌરાણિક મંદિર પર દિવડાઓ પ્રગટાવીને મુકવામાં આવ્યા હતા. ભક્તોએ પણ અહીં દિવડાઓ ગોઠવીને દિવાળી જેવા માહોલને સર્જવાનો ભાવ દર્શાવ્યો હતો.

ભક્તો અને મંદિર ટ્રસ્ટ, પુજારીઓ અને કર્મચારીઓએ મંદિરને દિવડાથી સજાવવા માટે દિવાની જ્યોત પ્રગટાવીને દિવાને સજાવ્યા હતા.

પૌરાણિક શામળાજી મંદિર પર દિવડાઓની રોશની કરવાને લઈ મંદિર પરિસર સુંદર રીતે દિપી ઉઠ્યો હતો. મંદિર પરિસર દિપ રોશનીથી ઝળહળી ઉઠ્યો હતો.

મંદિરમાં સંધ્યા સમયે ભક્તોએ હાથમાં દિવડાઓ લઈને સંધ્યા મહાઆરતીનો લાભ લીધો હતો. ભક્તો પણ સુંદર દિપોત્સવ સમાન માહોલ નિહાળીને ધન્યતા અનુભવી હતી.