
અમર ઉપાધ્યાયે કહ્યું, 'અમે 3 જુલાઈએ શો શરૂ કરી રહ્યા નથી, પરંતુ મુહૂર્તનું શૂટિંગ ચોક્કસપણે તે જ દિવસે કરીશું. આ તે જ તારીખ છે જ્યારે 25 વર્ષ પહેલાં શો શરૂ થયો હતો. આ એક ભાવનાત્મક ક્ષણ છે'. અમરે વધુમાં કહ્યું કે જૂના દિવસોની જેમ, સેટ પર હજુ પણ એ જ હૂંફ અને આત્મીયતા છે. જોકે, તેમણે એમ પણ કહ્યું કે તેઓ શોમાં 'બા' એટલે કે સ્વર્ગસ્થ અભિનેત્રી સુધા શિવપુરીને ખૂબ જ યાદ કરશે.

આ અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ભૂતપૂર્વ મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની આ સિરિઝમાં તુલસીની ભૂમિકામાં ફરી જોવા મળશે. એવું પણ કહેવામાં આવ્યું છે કે તે આ દિવસોમાં ફરીથી પાત્રમાં આવવા માટે સખત મહેનત કરી રહી છે.

આ શો વેબ સિરીઝ તરીકે OTT પર આવવાની તૈયારીમાં છે. અહેવાલ છે કે 2000 થી 2008 સુધી આ શોના 1,833 એપિસોડ પછી, એકતા કપૂર હવે તેના પર મર્યાદિત સિરિઝ બનાવવાની યોજના બનાવી રહી છે.
Published On - 3:49 pm, Mon, 7 July 25