Gujarati NewsPhoto galleryKutch: state Home Minister Harsh Sanghvi temple service in Naranarayan bicentenary festival, donors donate gold to Harikrishna Maharaj, see photos
Kutch: નરનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવમાં દાતાઓએ હરિકૃષ્ણ મહારાજને અપર્ણ કર્યું સુવર્ણનું દાન, ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી પણ રહ્યા ઉપસ્થિત જુઓ Photos
ભુજમાં સ્વામિનારાયણ મંદિરની પ્રતિષ્ઠાના 200 વર્ષની ભવ્ય ઉજવણી મહોત્સવના રૂપમાં થઇ રહી છે ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. હર્ષ સંઘવીએ ભુજ મહોત્સવની મુલાકાત લઇને કાર્યકરોની સેવાને બિરદાવી હતી. 9 દિવસીય મહોત્સવ દરમ્યાન અનેક કાર્યક્રમો મંદિર દ્વારા આયોજીત થયા છે જેમાં દેશ વિદેશથી હરિભક્તો દર્શન અને સેવા માટે આવ્યા છે અને કરોડો રૂપિયાના દાનની વર્ષા પણ કરી રહ્યા છે.
આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા ન માત્ર કચ્છ, પરંતુ ગુજરાત તથા દેશભરમાં આવતી આપત્તિ સમયે હરહંમેશા મદદ પહોંચાડવાની સેવાને મુઠ્ઠીઉંચેરી ગણાવીને માનવતાના આ કાર્યોમાં સંપ્રદાય હંમેશા આ જ રીતે અગ્રેસર રહે તેવી ભાવના વ્યકત કરી હતી.
5 / 5
ભગવાનના સામૈયા દરમિયાન ઉપસ્થિત ભાવિક ભકતજનો ભાવ વિભોર થઈ ગયા હતા અને દર્શનનો લાભ લીધો હતો.. બેન્ડ વાજા અને બેન્ડના તાલે ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું.