
દેવપર જાગીરના રાજકુંવર કૃતાર્થસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, "કેરેજ કાર મહારાવ પ્રાગમલજી બીજાએ 1870માં લીધી હતી અને ઇંગલિશ કંપની દ્વારા મદ્રાસમાં બનાવવામાં આવી હતી

મહારાવ પ્રાગમલજી બીજાનો સમયગાળો બહુ ટૂંકો હતો. એક વખત જ્યારે પ્રિન્સ ઓફ વેલ્સ ભારતમાં હતા અને 1875 ના દિવાળીની આસપાસ જ્યારે એ બોમ્બેમાં આવવાના હતા ત્યારે મહારાવ પ્રાગમલજી બીજા પોતે વહાણ વાટે મુંબઈ ગયા હતા અને ત્યાં તેમનુ ભવ્યુ સન્માન થયુ હતુ જેમાં ઘોડા સાથે અને આ કેરેજનો પણ એનામાં ઉપયોગ કરાયો હતો. એ સમયે અંગ્રેજો પણ ભવ્ય સન્માન જોતા રહી ગયા હતા.

માત્ર એક જ રાજપરિવાર પાસે 1870ના સમયનું ફોર ઈન હેન્ડ હોર્સ કેરેજ જે મહારાવ પ્રાગમલજી બીજાએ ખરીદ્યું હતું અને 1958ના સમયની Chevrolet Corvette sports roadster જે મહારાવ પ્રાગમલજી ત્રીજાને ભેટ મળી હતી તેને પ્રખ્યાત વિંટેજ કાર કલેક્ટર મદન મોહન દ્વારા ફરી રીસ્ટોર કરવામાં આવી છે.

બગ્ગીનો લાકડો ફ્રેન્ચ વ્હાઈટ એશમાંથી બનાવવામાં આવ્યું છે અને પેઇન્ટ કલર ખાસ ઓસ્ટ્રેલિયાથી મંગાવવામાં આવ્યું હતું. આ કેરેજના બનાવટ સમયે જે કંપનીના ઉત્પાદનો વપરાશમાં લેવાયા હતા તે જ કંપનીનો સામાન વપરાશમાં લઈ તેને ફરી રીસ્ટોર કરવામાં આવી છે