Kutch: G-20 સમિટમાં ડેલીગેટસનું સફેદરણમાં કેમલ સફારી અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી થયુ સ્વાગત, મહેમાનો ઝુમી ઉઠ્યા, જુઓ Photos

|

Feb 07, 2023 | 11:01 PM

મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ, વિદ્યાર્થીઓ તથા સ્થાનિક કલાકારો પોતાની કળા રજૂ કરી હતી. રોડ શોના લોક સંગીતમાં જોડિયા પાવા, મોરચંગ, સુરંદો, ગડા- ગમેલા, કચ્છી કાફી તેમજ કચ્છની ગ્રામીણ વેશભૂષામાં સજ્જ થયેલા કલાકારોએ કચ્છી લોક નૃત્યોને પેશ કર્યું હતું.

1 / 7
G-20 સમિટ અનુસંધાને વિવિધ દેશના ડેલીગેટસ કચ્છના મહેમાન બન્યા છે. ત્યારે ધોરડો સફેદ રણ ખાતે કેમલ સફારી અને સાંસ્કૃતિક કાર્યક્રમની ઝાંખીઓ રજૂ કરીને તેમનું કચ્છી પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું. કચ્છની સંસ્કૃતિની ઝલક સાથે અધિકારીઓને સફેદ રણમાં સનસેટ પોઈન્ટ તથા અફાટ સફેદરણના સૌદર્યની મજા માણી હતી.

2 / 7
ધોરડો ખાતે સફેદ રણ નિહાળવા નીકળેલા ડેલીગેટસના માનમાં વોચ ટાવરથી સનસેટ પોઈન્ટ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમની ઝલક રજૂ કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ, વિદ્યાર્થીઓ તથા સ્થાનિક કલાકારો પોતાની કળા રજૂ કરી હતી. રોડ શોના લોક સંગીતમાં જોડિયા પાવા, મોરચંગ, સુરંદો, ગડા- ગમેલા, કચ્છી કાફી તેમજ કચ્છની ગ્રામીણ વેશભૂષામાં સજ્જ થયેલા કલાકારોએ કચ્છી લોક નૃત્યોને પેશ કર્યું હતું.

3 / 7
કેમલ સફારી સાથે કચ્છની ગ્રામીણ સંસ્કૃતિને નિહાળીને ડેલિગેટસે આનંદ અનુભવ્યો હતો. સફેદ રણમાં આથમતા સૂરજની સોનેરી સંધ્યા વચ્ચે વિવિધ દેશના પ્રતિનિધિઓએ સેલ્ફી લઈને સફેદ રણની મજા માણી હતી અને વિદેશી મહેમાનો ઝુમી ઉઠ્યા હતા.

4 / 7
કચ્છના ધોરડોમાં G-20ની ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠકના પ્રથમ દિવસે સાંજે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સહ ગાલા ડિનરનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યની વિવિધ સાંસ્કૃતિક કૃતિઓની રંગારંગ પ્રસ્તુતિ જોઈને વિદેશી મહેમાનો અભિભૂત થઈ ગયા હતા.

5 / 7
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન મંત્રી પરષોત્તમ રૂપાલા, કેન્દ્રીય પ્રવાસન મંત્રી જી. કિશન રેડ્ડી, ગુજરાતના પ્રવાસન મંત્રી મુળુ બેરા, મુખ્ય સચિવ રાજકુમાર,પ્રવાસન વિભાગના ઉચ્ચ અધિકારીઓ વગેરેની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો.

6 / 7
સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ભવ્ય આતશબાજી પણ કરાઈ હતી. આ વર્ષ આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે, ત્યારે ગાલા ડિનરમાં મિલેટ્સની વિવિધ વાનગીઓ પણ વિદેશી મહેમાનોને ભોજનમાં પીરસવામાં આવી હતી.

7 / 7
સફેદ રણ ખાતે કચ્છી સંગીત અને કચ્છી વાજિંત્રોની રમઝટ વચ્ચે G-20 સમિટમાં સહભાગી થવા આવેલા વિદેશી મહેમાનો તથા સ્થાનિક પદાધિકારીઓ સંગીતના સથવારે આનંદથી ઝુમી ઉઠ્યા હતા તો સફેદરણે પણ વિદેશી મહેમાનોને પ્રભાવિત કર્યા હતા.

Published On - 10:58 pm, Tue, 7 February 23

Next Photo Gallery