2 / 5
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલ મહાકુંભ તેની ભવ્યતાથી સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચી રહ્યું છે. આ મેળામાં, દેશભરમાંથી જ નહીં પરંતુ વિશ્વભરમાંથી કરોડો લોકો શ્રદ્ધાની ડૂબકી લગાવવા માટે પહોંચી રહ્યા છે. મેળાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ બહાર આવી રહ્યા છે. તાજેતરમાં, માળા વેચતી છોકરી મનોલિસાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. હવે સમાચાર આવી રહ્યા છે કે મોનાલિસા મહાકુંભ છોડીને ઇન્દોરમાં પોતાના ઘરે પાછી ગઈ છે. મળતી માહિતી મુજબ, લોકોથી કંટાળીને મોનાલિસાના પિતાએ પોતાની પુત્રીને ઇન્દોર પાછી મોકલી દીધી છે.