
આ કોફીની કિંમત ખૂબ જ ઊંચી છે કારણ કે તે ખૂબ જ અનોખી રીતે તૈયાર કરવામાં આવે છે, આ જાણીને તમને આશ્ચર્ય થશે.

આ કોફી સિવેટ બિલાડીઓ ખાય છે અને પછી તેમના મળમાંથી કોફી બનાવવામાં આવે છે. આ કોફીના 1 પાઉન્ડની કિંમત $600 સુધી છે જે ભારતમાં રૂપિયા 51,858 ની સમકક્ષ છે.

કોપી લુવાક મુખ્યત્વે ઇન્ડોનેશિયન ટાપુઓ સુમાત્રા, જાવા, બાલી, સુલાવેસી અને ઉત્તર તિમોરમાં ઉત્પન્ન થાય છે. આ સાથે, તે ફિલિપાઇન્સના ટાપુઓમાં પણ જોવા મળે છે.