
રેલવે ટ્રેક પર ફીટ કરાયેલા આ એલ્યુમિનિયમ બોક્સને એક્સલ કાઉન્ટર બોક્સ કહેવામાં આવે છે. આ બોક્સ 4 થી 5 કિલોમીટરના અંતરે ટ્રેક પર લગાવવામાં આવ્યા છે. આ બોક્સની અંદર સ્ટોરેજ ડિવાઈસ લગાવવામાં આવે છે, જે ટ્રેનના ટ્રેક સાથે જોડાયેલ હોય છે.

તે ટ્રેક પરથી પસાર થતી ટ્રેનોના પૈડાંની ઝડપ, દિશા અને એક્સેલની ગણતરી કરે છે. સમજો કે બે પૈડાંને જોડતા સળિયાને એક્સલ કહેવાય છે.

જ્યારે ટ્રેન ટ્રેક પરથી પસાર થાય છે, ત્યારે આ બોક્સ એક્સેલની ગણતરી કરે છે અને આગળના બોક્સને જાણ કરે છે. જો એક્સેલની સંખ્યા અગાઉના બોક્સ દ્વારા ગણવામાં આવેલ સંખ્યા કરતા ઓછી હોય, તો પછીનું બોક્સ ટ્રેનના સિગ્નલને લાલ કરે છે.

જો ટ્રેનનો એક ડબ્બો અલગ થઈ જાય છે, તો એક્સેલની સંખ્યામાં પણ ઘટાડો થાય છે, જેથી ખબર પડે કે એક કોચ ટ્રેનથી અલગ થઈ ગયો છે. આ ઉપકરણમાંથી સમયસર માહિતી મેળવીને રેલવે દ્વારા જરૂરી રક્ષણાત્મક પગલાં લેવામાં આવે છે.

આ બોક્સની મદદથી કંટ્રોલ રુમ સુધી જાણ થાય છે કે કઈ ટ્રેન કઈ જગ્યાએ પહોંચી છે.