શાકાહારી મગર ‘બાબિયા’નું થયુ મોત, 70 વર્ષથી પ્રસાદ ખાઈને મંદિરની કરતો હતો રક્ષા

Vegetarian crocodile babiya : મગરને આપણે માંસાહારી પ્રાણી તરીકે જ જાણીએ છે. પણ ભારતમાં એક શાકાહારી મગર પણ હતો, જેનુ હાલમાં મોત થયુ છે. ચાલો જાણીએ આ શાકાહારી મગર વિશે.

| Edited By: | Updated on: Oct 11, 2022 | 6:03 PM
1 / 5
દુનિયાના સૌથી ખતરનાક પ્રાણીઓમાં મગરનું પણ નામ સામેલ છે. તે પાણીની અંદર અને જમીન પર પણ શિકાર કરી શકતુ સૌથી ખતરનાક પ્રાણી છે. તમને જાણીને નવાઈ લાગશે કે, ભારતના કેરળના શ્રી અનંતપદ્મનાભ સ્વામી મંદિરના તળાવમાં એક શાકાહારી મગર રહેતો હતો. હાલમાં આ મગરનું રહસ્યમય મોત થયુ છે. મંદિરના તળાવમાં તેનું મૃત શરીર મળી આવ્યુ છે.

2 / 5

આ શાકાહારી મગરનું નામ બબિયા છે. કેટલાક મીડિયા રિપોર્ટ અનુસાર, આ મગર છેલ્લા કેટલાક દિવસથી બીમાર હતો. આ શાકાહારી મગર મંદિરમાં રખાતો પ્રસાદ ખાતો હતો. મંદિરના પુજારી જ્યારે પણ પ્રસાદ ખાવા તેને બોલાવતા તે ઝડપથી તેમની પાસે આવી જતો. પણ છેલ્લા 2 દિવસથી તે પ્રસાદ ખાતો ન હતો.

3 / 5
તે ભાત અને ગોળ પણ ખાતો હતો. મંદિરમાં દર્શન માટે આવતા ભક્તો પણ તેને પ્રસાદ આપતા હતા. લોકો તેને ભગવાનનો દૂત કહેતા હતા.

4 / 5
આ શાકાહારી મગર જે તળાવમાં રહેતો હતો, તેમા માછલીઓ પણ રહેતી હતી. પણ તે માછલીઓને હેરાન કરતો ન હતો. તે મંદિરના દર્શન માટે આવતા ભક્તોને પણ કોઈ નુકશાન પહોંચાડતો ન હતો. લોકો આવા શાંત મગરને જોઈને આશ્ચર્યમચક્તિ થઈ જતા.

5 / 5
મળતી માહિતી અનુસાર, શાકાહારીના મગરના શરીરને હવે મંદિરના આંગણામાં જ દફન કરવામાં આવશે. મંદિરના ટ્રસ્ટીના જણાવ્યા અનુસાર, એક મંદિરના સ્વામીને મૃત્યુ પછી જે સન્માન આપવામાં આવે છે, તે જ સન્માન આ શાકાહારી મગરને આપવામાં આવશે. તેની અંતિમ વિદાયમાં લગભગ 1000 લોકો હાજર રહેશે.

Published On - 5:08 pm, Mon, 10 October 22

Follow Us