
બીજું કારણ - જ્યારે ટ્રેન ટ્રેક પરથી પસાર થાય છે ત્યારે ખુબ કંપન અને અવાજ થાય છે. ટ્રેક પરના પત્થર અવાજને ઓછો કરે છે અને કંપન સમયે ટ્રેકની નીચેની પટ્ટી (સ્લીપર્સ)ને ફેલાવાથી રોકે છે. તેથી આ પત્થર સુરક્ષાની દ્રષ્ટિએ ખુબ મહત્વપૂર્ણ છે.

ત્રીજું કારણ - ટ્રેકની આસપાસના પત્થર અને કોંક્રિટના સ્લીપર્સને કારણે રેલવે ટ્રેક લાંબા સમય સુધી ટકી રહે છે. પહેલાના સમયમાં લાકડાના સ્લીપર્સને કારણે ટ્રેકને વરસાદના પાણીમાં નુકશાન થતું હતું. પણ હવે ટ્રેકની આસપાસના પત્થરો અને કોંક્રિટના સ્લીપર્સને કારણે ટ્રેક પર ટ્રેનનું બેલેન્સ બની રહે છે. પત્થરોને કારણે ટ્રેક જોડાયેલો રહે છે.