
આ પ્રાણી જીવજંતુ, ગરોળી, છોડ અને ફળ ખાતા હોય છે. તે રાતના સમયે જ શિકાર કરે છે. તે ગીચ જંગલમાં રહેવાનું પસંદ કરે છે.

તમિલનાડુના સ્થાનીક લોકો એવુ માને છે કે, તેની પાસે સ્વાસ્થ્યને લગતી ચમત્કારીક શક્તિ છે. જેને કારણે આ પ્રાણીની દાણચોરી અને શિકાર થઈ રહ્યા છે. તમિલનાડુમાં તેની સંખ્યા ઘટી રહી છે. તેથી જ તેના માટે અભયારણ્ય બનાવવામાં આવ્યુ છે.