શરીરમાં દુખાવો થતો હોવા છતાં 1 કલાકમાં 3 હજારથી વધારે પુશ અપ્સ કરી આ વ્યક્તિએ બનાવ્યો Guinness World Record

|

Jun 20, 2022 | 10:00 PM

Guinness World Record: દુનિયામાં ઘણા લોકો પોતાના ટેલેન્ટના દમ પર એવા કામ કરી બતાવે છે કે વલ્ડ રેકોર્ડ બની જાય છે. આ રેકોર્ડ બનાવવા પાછળ તેઓ ઘણુ બધુ સહન કરતા હોય છે અને તેમની વર્ષોની મહેનત પણ હોય છે. હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે.

1 / 5
ઓસ્ટ્રેલિયાના (Australia) એથ્લેટ ડેનિયલ સ્કેલીએ (Daniel Scali) એક કલાકમાં 3,182 પુશ-અપ કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. ડેનિયલ્સ સ્કેલીના આ નવા રેકોર્ડ સાથે જરાદ યંગનો નામના એક વ્યક્તિનો રેકોર્ડ તૂટી ગયો છે. જેણે 2021માં 3,054 પુશ-અપ કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. જેને ડેનિયલે તોડી નાખ્યો છે.

2 / 5
એથ્લેટ ડેનિયલ સ્કેલીએ પોતાના જીવનમાં ઘણી મુશ્કેલીનો સામનો કર્યો છે. 12 વર્ષની ઉંમરમાં તેણે ગંભીર બીમારીનો સામનો કરવો પડ્યો હતો. જેનો કોઈ ઈલાજ નથી. 12 વર્ષની ઉંમરમાં એક એકસીડેન્ટ પછી તેને આ બીમારી થઈ જેને કોમ્પ્લેક્સ રીજનલ પેન સિન્ડ્રોમ કહે છે. તે આ બીમારીનો આજે પણ સામનો કરી રહ્યો છે. આ બીમારીમાં શરીરમાં દુખાવો થાય છે.

3 / 5
એથ્લેટ ડેનિયલ સ્કેલીનું કહેવુ છે કે આ બીમારીએ મારા જીવનને મુશ્કેલ બનાવી દીધુ હતુ. આ બીમારીથી થતાં દુખાવાને કારણે મારે મહિનાઓ સુધી હોસ્પિતલમાં રહેવુ પડતુ. એટલે જ તેણે બોડી વર્કઆઉટ શરુ કરીને પોતાની જાતને આ દુખાવા સામે લડવા માટે સજ્જ કર્યો.

4 / 5
ડેનિયલ સ્કેલીનું કહેવુ છે કે એક્સરસાઈઝને કારણે તે પોતાના શરીરને મજબૂત બનાવી શક્યો અને આ દુખાવો તેને કારણે ઓછો થતો ગયો. મારા જીવનમાં આ બધુ ખુબ અઘરૂ હતુ. હવે હું મારા જીવનના એ દુ:ખ, દુખાવો, તણાવ અને મુશ્કેલીઓને ભુલીને આગળ વધી ચૂકયો છુ. હું માનુ છુ કે જો તમે માનસિક રીતે તૈયાર હોવ, મજબૂત હોવ તો તમે કોઈ પણ અશક્ય કામ કરી શકો છો.

5 / 5
તમને જાણીને નવાઈ લાગશે કે આ ડેનિયલ સ્કેલીનો પહેલો રેકોર્ડ નથી. તે આ પહેલા સૌથી લાંબા સમય સુધી એબ્ડોમિનલ પ્લેન્ક કરવાનો રેકોર્ડ બનાવી ચુક્યો છે. ડેનિયલ સ્કેલીએ 2021માં 9 કલાક 30 મિનિટ 1 સેકન્ડ સુધી આ એબ્ડોમિનલ પ્લેન્ક કર્યો હતો.

Next Photo Gallery