
Vadodara: International Yoga Day

મેડિટેશન એટલે કે ધ્યાન એ યોગનો જ એક ભાગ છે. યોગ અને ધ્યાન વચ્ચેનો સૌથી મોટો તફાવત શરીરનું હલનચલન છે. યોગ દરમિયાન વિવિધ આસનોને કારણે શરીરમાં હલનચલન થાય છે, જ્યારે ધ્યાનમાં આવું થતું નથી. ધ્યાન કરવાથી વ્યક્તિ પોતાની ઉર્જા દ્વારા કોઈ ચોક્કસ વસ્તુ ધ્વનિ કે શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

યોગ કર્યા પછી હંમેશા ધ્યાન કરવાની સલાહ આપવામાં આવે છે. નિષ્ણાતોનું કહેવુ છે કે યોગ કર્યા પછી શરીરમાં એક પ્રકારનું વાઇબ્રેશન સર્જાય છે. એટલે જ શરીરને સામાન્ય સ્થિતિમાં લાવવા માટે ધ્યાન કરવાની સલાહ આપવામાં આવે છે.

ધ્યાન - જો સરળ ભાષામાં સમજીએ તો વ્યક્તિનું મન એક સમયે ઘણી બધી વસ્તુઓ વિચારે છે, જેના કારણે તેના મનની શાંતિમાં ખલેલ પહોંચે છે. તે શાંતિ પાછી મેળવવા માટે, વ્યક્તિના શરીર અને મનને શાંત રાખવા માટે ધ્યાન કરવાની સલાહ આપવામાં આવે છે. સવારે 4-5 વાગ્યાનો સમય મેડિટેશન કરવાનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે.

ધ્યાન વ્યકિતને ઘણી રીતે રાહત આપે છે, જેમ કે તે વ્યક્તિની ભૂલી જવાની આદતને સુધારે છે, તણાવ અને બેચેની ઘટાડે છે અને તે નિંદ્રાની સમસ્યાને ઘણી હદ સુધી દૂર કરવાનો પ્રયાસ કરે છે. આમ યોગ અને ધ્યાન શરીર માટે લાભદાયક હોય છે, જેથી યોગ અને ધ્યાન નિયમિત કરવુ જોઈએ.