
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) આજથી લગભગ 1 અઠવાડિયા બાદ એટલે કે 13 જુલાઈના દિવસે ચંદ્રયાન -3 મિશન લોન્ચ કરશે. આ ચંદ્રયાન-3 મિશનની લોન્ચિંગ શ્રીહરિકોટાથી થશે. (PTI)

આ સ્પેસક્રાફ્ટ 2 મહિનાની લાંબી યાત્રા પર જશે અને અંતે ચંદ્ર પર લેડિંગ કરશે. ISRO એ આ પહેલા પણ ચંદ્ર પર લેડિંગ કરી છે. પણ ચંદ્ર પર લેડિંગ કરવું ખુબ પડકારજનક હોય છે. વર્ષ 2019માં ઈસરોનું ચંદ્રયાન-2 મિશન ફેઈલ ગયું હતું. તે સમયે ચંદ્રયાનનું લેન્ડર અને રોવર બંને ક્રેશ થઈ ગયા હતા.

ચંદ્ર પર લેડિંગ માટે ઘણી વસ્તુઓ પર એક સાથે કામ કરવું જરુરી છે. નેવિગેશન, ફલાઈટ ડાયનામિક્સ, લેડિંગની જગ્યાની સાફ તસ્વીર અને અંતે લેડિંગ પહેલા સ્પેસક્રાફ્ટ સાચા સમય પર ધીમું પડવું પણ જરુરી છે.

સ્પેસક્રાફ્ટમાં લગાવવામાં આવેલું લેન્ડર જ્યારે અલગ થઈને સપાટી તરફ આગળ વધે છે. તે સમયે તેની ગતિ ધીમી કરવી ખુબ જ જરુરી બને છે. જો ગતિને ત્રણ મીટર પ્રતિ સેકેન્ડ નહીં કરવામાં આવે તો, લેડિંગ ફેઈલ પણ થઈ શકે છે.

ચંદ્ર પર વાતાવરણ નથી. ત્યાનું ગુરુત્વાકર્ષણ પૃથ્વી જેવું નથી. લેડિંગ સમયે સ્પેસફ્રાક્ટની ગતિ અને ગુરુત્વાકર્ષણની ગણતરી ખુબ જ સારી રીતે કરવી જોઈએ. જો સ્પેસક્રાફ્ટની ગતિને મેનેજ કરવામાં નહીં આવે તો સ્પેસક્રાફ્ટ સપાટી પર ક્રેશ પણ થઈ શકે છે. ચંદ્ર પર મોટા મોટા ખાડા પણ છે. તેથી લેડિંગ પહેલા યોગ્ય સપાટી નક્કી કરવી જરુરી છે. જો લેડિંગ પોઈન્ટ બરાબર પસંદ કરવામાં નહીં આવે તો સ્પેસક્રાફ્ટ ક્રેશ થઈ શકે છે.