Christmas 2024 : ક્રિસમસ 25 ડિસેમ્બરે જ કેમ મનાવવામાં આવે છે ? જાણો સમગ્ર સ્ટોરી
એવું કહેવામાં આવે છે કે, આ તહેવાર 25 ડિસેમ્બરના રોજ એટલે મનાવવામાં આવે છે, કારણ કે, ઈસાઈ લોકોનું માનવું છે કે, આ દિવસે યીશુ મસીહનો જન્મ થયો હતો.એટલા માટે ઈસાઈ ધર્મના લોકો માટે ક્રિસમસનો તહેવાર ખુબ જ ખાસ હોય છે.
1 / 7
નાતાલનો તહેવાર નજીક છે, જેના કારણે બજારો ધમધમી રહ્યાં છે. નાતાલના દિવસે ચર્ચોમાં ક્રિસમસ ઘંટનો ગુંજ સંભળાશે. ક્રિસમસ પર દરેક ચર્ચને રોશની અને અન્ય શણગારથી શણગારવામાં આવશે.
2 / 7
ક્રિસમસનો તહેવાર દર વર્ષે 25 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે, તો લોકોના મનમાં એક સવાલ થાય છે કે, આ તહેવાર 25 ડિસેમ્બરના રોજ કેમ મનાવવામાં આવે છે. ઈસાઈ ધર્મના લોકો માટે ક્રિસમસનો તહેવાર ખુબ ખાસ અને મહત્વપૂર્ણ હોય છે. તેઓ દર વર્ષ ક્રિસમસની રાહ જોતા હોય છે.
3 / 7
આ દિવસનો ખાસ કરીને બાળકો આતુરતાથી રાહ જોતા હોય છે. કારણ કે, આ નાતાલના દિવસે સાંતા ક્લોઝ બાળકોને ગિફટ આપતા હોય છે.એવું કહેવામાં આવે છે કે, આ તહેવાર 25 ડિસેમ્બરના રોજ એટલે મનાવવામાં આવે છે,
4 / 7
કારણ કે, ઈસાઈ લોકોનું માનવું છે કે, આ દિવસે ઈસુ મસીહનો જન્મ થયો હતો. પરંતુ બાઈબલમાં ઈસુ મસીહના જન્મની તારીખનો કોઈ ઉલ્લેખ મળતો નથી.
5 / 7
પરંતુ ચોથી સદીમાં, રોમન સમ્રાટ કોન્સ્ટેન્ટાઈને સત્તાવાર રીતે 25 ડિસેમ્બરને નાતાલ તરીકે માન્યતા આપી. ત્યારથી, ખ્રિસ્તી ધર્મના લોકો 25 ડિસેમ્બરે નાતાલનો દિવસ ઉજવે છે.
6 / 7
ક્રિસમસ ઈસાઈ ધર્મના લોકો માટે સૌથી મોટો તહેવાર છે. જેની તૈયારી થોડા દિવસો પહેલા જ કરી દેવામાં આવે છે. આ દિવસે લોકો પોતાના ઘરમાં ક્રિસમસ ટ્રીમાં સજાવટ કરે છે. તો બાળકો આતુરતાથી સાન્તાક્લોઝની રાહ જુએ છે.
7 / 7
નાતાલના દિવસે, લોકો તેમના ઘરોને સુંદર રીતે શણગારે છે અને ક્રિસમસ ટ્રી લગાવે છે. તેઓ ચર્ચમાં જઈને પ્રાર્થના કરે છે અને મીણબત્તીઓ પણ પ્રગટાવે છે. આ ઉપરાંત લોકો તમામ પ્રકારની વાનગીઓ બનાવીને, પાર્ટીઓ કરીને અને કેક કાપીને આ તહેવારની ઉજવણી કરે છે.
Published On - 3:39 pm, Mon, 23 December 24