
આ 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ આઈસ્ક્રીમ પર ખાસ પ્રકારનો ગોલ્ડનો અર્ક લગાડવામાં આવે છે. તેમજ આ આઈસ્ક્રીમની અંદર જે કોન આપવામાં આવે છે તે પણ ગોલ્ડ બોલથી સજાવાય છે. આટલું મોંઘુ આઈસ્ક્રીમ હોવા છતાં એની ડિમાન્ડ ગરમીમાં સૌથી વધારે છે

આઈસ્ક્રીમની અંદર લોકોને ગોલ્ડ કોનની અંદર બ્રાઉની, ઘણા બધા ડ્રાયફ્રુટ્સ, ચોકલેટ શિરપ વેગેરે સાથે ફ્લેવર પણ છે. તેનો ટેસ્ટ પણ ખુબ જ યુનિક છે. આ આઈસ્ક્રીમ ખાવા માટે તો લોકો આવે જ છે પરંતુ આઈસ્ક્રીમને બનતો જોવાની પણ એક અલગ જ મજા છે.
Published On - 9:28 pm, Thu, 11 May 23