કરણ ભૂષણથી લઈને રોહિણી આચાર્ય, જાણો ચૂંટણીમાં કયા દિગ્ગજ નેતાઓના દીકરા-દીકરીને મળી જીત

|

Jun 04, 2024 | 8:49 PM

2024ની લોકસભા ચૂંટણી માટે દિગ્ગજ નેતાઓએ તેમના પુત્ર-પુત્રીઓને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. બિહાર, દિલ્હી, યુપી, કર્ણાટક સહિત અનેક રાજ્યોમાં નેતાઓના પુત્ર-પુત્રીઓ ચૂંટણી લડી રહ્યા હતા. જાણો તેમની સીટ પર શું પરિણામ આવ્યા.

1 / 9
લોકસભાની ચૂંટણીના પરિણામો અત્યાર સુધી એનડીએ સરકાર રચાઈ હોય તેવું લાગે છે. પરંતુ વિપક્ષી ગઠબંધન ભારતે પણ ચોંકાવનારું પ્રદર્શન કર્યું છે. 2024માં દિગ્ગજ નેતાઓના પુત્ર-પુત્રીઓએ પણ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. તેના પરિણામો પણ હવે બહાર આવવા લાગ્યા છે. તેમાંથી, રોહિણી આચાર્ય, શાંભવી ચૌધરી, કરણ ભૂષણ, બાંસુરી સ્વરાજ માટે આ પ્રથમ ચૂંટણી હતી.

2 / 9
મીસા ભારતી લાલૂ યાદવની દીકરી છે જે પાટલીપુત્ર બેઠક પરથી ત્રીજી વખત રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના ઉમેદવાર છે અને તેનો મુકાબલો ભાજપના રામકૃપાલ યાદવ સાથે છે. તે તેને તેના કાકા પણ માને છે. મીસા અહીં રામકૃપાલ યાદવથી 70,884 મતોથી આગળ છે.

3 / 9
સારણ ઉમેદવાર રોહિણી આચાર્ય પ્રથમ વખત ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે તે પણ લાલૂ યાદવની દીકરી છે. અહીં તે ભાજપના રાજીવ પ્રતાપ રૂડીથી 9921 મતોથી હાર મળી છે ત્યારે રોહિણીને 4,46,425 વોટ મળ્યા છે જ્યારે રાજીવ પ્રતાપને 4,56,346 વોટ મળ્યા છે.

4 / 9
બિહારની સમસ્તીપુર બેઠક પર લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) એ અહીંથી JDU નેતા અશોક ચૌધરીની પુત્રી શાંભવી ચૌધરીને ઉમેદવાર બનાવ્યા હતા. શાંભવી ચૌધરીની પણ આ પ્રથમ ચૂંટણી હતી. તેઓને 1,87,537 મતોથી જીત મેળવી છે તેમને અત્યાર સુધીમાં 5,79,095 વોટ મળ્યા છે. કોંગ્રેસના સન્ની હજારી બીજા સ્થાને છે. તેમને અત્યાર સુધીમાં 3,91,558 વોટ મળ્યા છે.

5 / 9
કૈસરગંજ આ સીટને બીજેપી સાંસદ બ્રિજભૂષણ સિંહનો ગઢ માનવામાં આવે છે. મહિલા કુસ્તીબાજો સાથેના વિવાદ અને યૌન શોષણના આરોપો બાદ ભાજપે બ્રિજ ભૂષણની જગ્યાએ તેમના મોટા પુત્ર કરણ ભૂષણને આ વખતે કૈસરગંજથી ઉમેદવાર બનાવ્યા છે. હાલમાં કરણ 1,48,841 મતોથી જીત મેળવી છે. તેમને અત્યાર સુધીમાં 5,71,263 વોટ મળ્યા છે. જ્યારે બીજા નંબર પર ચાલી રહેલા સપાના ભગત રામને 4,22,420 વોટ મળ્યા છે.

6 / 9
મધ્યપ્રદેશની છિંદવાડા બેઠક પર સીએમ કમલનાથનો ગઢ ગણાતા છિંદવાડામાં ભાજપે જીત મેળવી છે અહીંથી આ વખતે કોંગ્રેસ કમલનાથના પુત્રથી 1,13,618 મતોથી હાર મળી છે. તેમને અત્યાર સુધીમાં 5,31,120 વોટ મળ્યા છે. પ્રથમ સ્થાને ભાજપના બંટી વિવેક સાહુ (6,44,738 મતો) છે.

7 / 9
કેરલાની પથનમથિટ્ટા બેઠક પર કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ રક્ષા મંત્રી એકે એન્ટોનીના પુત્ર અનિલ એન્ટની 2024ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ ભાજપે તેમને પથાનમથિટ્ટાથી ઉમેદવાર બનાવ્યા. અહીંથી અનિલ એન્ટોનીની હાર થઈ છે

8 / 9
હાસન બેઠક પર પ્રજ્વલ રેવન્ના પૂર્વ પીએમ દેવેગૌડાના પૌત્ર અને કર્ણાટકના પૂર્વ સીએમ કુમારસ્વામીના ભત્રીજા છે. આ બેઠક પર પ્રજ્વલ રેવન્નાની કારમી હાર થઈ છે.

9 / 9
નવી દિલ્હી મીનાક્ષી લેખીની ટિકિટ રદ કર્યા બાદ ભાજપે નવી દિલ્હીથી બાંસુરી સ્વરાજને ઉમેદવાર બનાવ્યા છે. તે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની પુત્રી છે. સુષ્માનું વર્ષ 2019માં અવસાન થયું હતું. બાંસુરી સ્વરાજની આ પ્રથમ ચૂંટણી છે. ત્યારે આ બેઠક પરથી તેમનો ભવ્ય વિજય થયો છે.

Next Photo Gallery