
ભગા બારડ- સોમનાથ જિલ્લાની તલાલા વિધાનસભા સીટ પરથી ભગવાન બારડને ભાજપે ટિકિટ આપી અને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. ભગવાન બારડે આ સીટ પરથી જીત મેળવી છે અને કોંગ્રેસના ઉમેદવાર માનસિંહ ડોડીયાની હાર થઈ છે. તમને જણાવી દઈએ કે આહિર સમુદાયના મોટા નેતા ભગા બારડે ચૂંટણીના થોડા મહિના પહેલા જ કોંગ્રેસને અલવિદા કહી ભાજપમાં જોડાયા હતા.

અશ્વિન કોટવાલ- કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા અશ્વિન કોટવાલ પણ ચૂંટણીના થોડા સમય પહેલા જ ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાયા બાદ અશ્વિન કોટવાલ ખેડબ્રહ્મા સીટ પરથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. જો કે અશ્વિન કોટવાલને હારનો સામનો કરવો પડ્યો, તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીની જીત થઈ છે.
Published On - 11:30 pm, Thu, 8 December 22