
ચોખાને શ્રેષ્ઠ ધાનનું સ્થાન મળ્યું છે, શિવલિંગ પર ચોખા ચઢાવવાથી માન સમ્માન વધે છે.ચોખાનો રંગ સફેદ છે, સફેદ રંગ શાંતિનું પ્રતીક છે. શિવલિંગ પર ચોખા અર્પણ કરવાથી મનને શાંતિની અનુભૂતિ થાય છે.ચોખા અર્પણ કરતી વખતે કરવામાં આવેલી મનોકામનાઓ ચોક્કસપણે પૂર્ણ થાય છે.

આપણી હિન્દુ સંસ્કૃતિમાં પણ કોઈપણ શુભ કાર્ય કરતી વખતે, જ્યારે આપણે કોઈને કપાળ પર તિલક લગાવીએ છીએ, ત્યારે તેની સાથે ચોખા લગાવવાની પરંપરા છે. આનો અર્થ એ છે કે તમારું માન-સન્માન વધતું રહે છે, તમને સંપત્તિ મળે છે અને દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તે વ્યક્તિ પર બની રહે છે.

ચોખાને અક્ષત તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન શિવને ચોખા એટલે કે અક્ષત અર્પણ કર્યા વિના પૂજા પૂર્ણ માનવામાં આવતી નથી. એટલા માટે કહેવાય છે કે જો તમે કોઈ શિવ મંદિરમાં ગયા હોવ તો તમારે અક્ષત અર્પણ કરવું જોઈએ. મુઠ્ઠીભર અક્ષત હાથમાં લઈ લિંગ પર ચઢાવો. જો તમે મુઠ્ઠી ભરી શકતા નથી, તો તમે 5 અથવા 7 દાણા લઈ શકો છો.

અક્ષતને પૂર્ણતાનું પ્રતિક માનવામાં આવે છે. અક્ષત એટલે જેનો ક્ષય થયો નથી. આથી ચોખા ચઢાવતી વખતે આ બાબતનું ધ્યાન રાખવું જરુરી છે. એટલે કે તૂટેલા ચોખા શિવલિંગ પર ન ચઢાવવા જોઈએ. શિવની પૂજા કરતી વખતે માત્ર આખા ચોખા જ અર્પણ કરવા જોઈએ. એટલે કે ટુકડા થઈ ગયા હોય તેવા ચોખા શિવજીને અર્પણ ન કરવા જોઈએ