
રાહુલ ગાંધી પહેલા જ એક ઈન્ટરવ્યુમાં કહી ચુક્યા છે કે તેમને બાઇક રાઈડિંગ પસંદ છે. કોંગ્રેસ સાંસદનો સ્પોર્ટી લુક નેટીઝન્સની નજરે પડ્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા ફોટોમાં રાહુલ ગાંધીને તમામ સેફ્ટી ગિયર અને ફેન્સી હેલ્મેટ સાથે પ્રોફેશનલ રાઇડિંગ કીટ સાથે સ્પોર્ટ્સ બાઇક ચલાવતા જોઈ શકાય છે.

રાહુલ ગાંધીએ પેંગોંગ લેકની સવારી દરમિયાન KTM 390 એડવેન્ચર બાઇક પર સવારી કરી હતી.દિલ્હીના કરોલ બાગમાં એક ગેરેજની મુલાકાત દરમિયાન, ગાંધીએ ઉલ્લેખ કર્યો હતો કે તેમની પાસે KTM 390 છે જ્યારે એક મિકેનિકે તેમને પૂછ્યું કે કોંગ્રેસના નેતા પાસે કઈ બાઇક છે. તેણે એમ પણ કહ્યું કે તેને ક્યારેય સવારી કરવાની તક મળતી નથી

KTM 390 એડવેન્ચર એ KTM મોટરસાયકલ્સ દ્વારા રજૂ કરાયેલ એક ઉચ્ચ મોડલ છે. આ બાઇકને ભારતીય બજારમાં 2020ની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવી હતી. KTM 390 એડવેન્ચર શક્તિશાળી 390cc એન્જિનથી સજ્જ છે, આ બાઈક ચલાવતા રાઈડરને પ્રીમિયર અનુભવ થાય છે. આ એડવેન્ચર બાઇકની કિંમત રૂ 3,68,071 છે.

કોંગ્રેસ નેતાના ફોટોમાં ચમકતું રંગબેરંગી હેલ્મેટ લેટ કંપનીનું છે. Leatt ના એકલા હેલ્મેટની કિંમત રૂ. 80,000 છે. રાહુલ ગાંધી દ્વારા રાઈડરમાં ઉપયોગમાં લેવામાં આવેલું જેકેટ તેજ કંપનીનું છે, તે રાઈડર જેકેટની સાથે અન્ય પાર્ટની કિંમત 1 લાખની આસપાસ છે. (All photo : Rahul Gandhi insta)