Photos : અમદાવાદનું માણેકચોક જ્યાં એક વાર આવ્યા પછી કોઇ પણ તેને ભૂલી નથી શક્તુ, જાણો તેના વિશેની રસપ્રદ વાતો

|

Feb 15, 2022 | 8:15 PM

અમદાવાના માણેક ચોકનો મહિમા કંઈક એવો છે, કે લોકો એક વાર આવે પછી ફરી ફરીને માણેક ચોકના જાણે પ્રેમી બની જાય છે.

1 / 5
અમદાવાના માણેક ચોકનો મહિમા કંઈક એવો છે, કે લોકો એક વાર આવે પછી ફરી ફરીને માણેક ચોકના જાણે પ્રેમી બની જાય છે. ફક્ત અમદાવાદીઓ માટે જ નહીં પરંતુ બહારગામથી આવતા લોકો માટે પણ માણેક ચોક સ્ટ્રીટ ફૂડ માટેનું પ્રિય ઠેકાણું છે.

2 / 5
માણેક ચોક નાસ્તા બજાર તરીકે શરૂ થવાની ચોક્કસ તારીખ મળતી નથી. પરંતુ એક અંદાજ પ્રમાણે 1955થી 1960ની વચ્ચે અહીં નાસ્તાની લારીઓ શરૂ થઈ હતી. તે સમયે કસ્તુરજી નામના વ્યક્તિએ સૌથી પહેલી પાંવભાજીની લારી માણેકચોકમાં શરૂ કરી હતી.

3 / 5
માણેક ચોક એક સમયે શરાફા બજાર તરીકે પણ ફેમસ હતું. આજે પણ માણેક ચોકમાં દિવસે જાવ તો રોડ ઉપર ઉભા રહેતા મુખવાસવાળાની પાછળ લાઈનસર તમામ સોનીની દુકાનો જ છે.

4 / 5
માણેક ચોક આજે પણ દેશનું સૌથી મોટું સોની બજાર છે. જો કે આશ્ચર્યની વાત એ છે કે દિવસે સોની બજાર હોય છે અને સાંજે આ જ જગ્યા સ્ટ્રીટ ફૂડ માર્કેટમાં ફેરવાઈ જાય છે. જે મોડી રાત્રે લગભગ 2 વાગ્યા સુધી ચાલુ રહે છે.

5 / 5
આશ્ચર્યની વાત એ પણ છે કે મોડી રાત સુધી સંખ્યાબંધ માણસોની અવરજવર છતાં આજ સુધી સોની બજારમાં એક નાનકડી વસ્તુ પણ ચોરાઈ નથી. કદાચ આ નાસ્તાબજારની હલચલ જ અહીંના સોની બજારને સૌથી મોટી સુરક્ષા પૂરી પાડે છે.

Next Photo Gallery