
આ મસ્જિદનો અડધાથી વધુ ભાગ મંદિરનો હોવાથી, તે અંદરથી મસ્જિદને બદલે મંદિર જેવું લાગે છે. જો કે જે નવી દિવાલો બનાવવામાં આવી હતી, તેમાં કુરાનની કલમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે તે મસ્જિદ છે.

એવું માનવામાં આવે છે કે આ મસ્જિદને બનાવવામાં માત્ર 60 કલાકનો સમય લાગ્યો હતો, તેથી આ મસ્જિદનું નામ 'ઢાઈ દિન કા ઝોંપડા' રાખવામાં આવ્યુ.

જો કે, કેટલાક લોકો એવું પણ માને છે કે, અહીં અઢી દિવસનો ઉર્સનો મેળો ભરાય છે તેથી મસ્જિદનું નામ 'ઢાઈ દિન કા ઝોંપડા' રાખવામાં આવ્યુ.