કોણ છે આ પાંચ જજ? કેન્દ્ર સરકારની મંજૂરી બાદ હવે આ સીનિયર જજો સુપ્રીમ કોર્ટમાં કરશે ન્યાય

|

Feb 04, 2023 | 11:48 PM

બે મહિનાના વિલંબ બાદ આખરે શનિવારે કેન્દ્ર દ્વારા સુપ્રીમ કોર્ટના પાંચ જજોની નિમણૂકને મંજૂરી આપવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જજોની નિમણૂક માટે વોરંટ પર હસ્તાક્ષર કર્યા છે. જજની પેનલને કોલેજિયમ કહેવામાં આવે છે. આ કોલેજિયમ પોતે જ સરકારને ભલામણો મોકલે છે.

1 / 5
જસ્ટિસ સંજય કરોલઃ 11 નવેમ્બર 2019ના રોજ તેમને પટના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અગાઉ તેઓ ત્રિપુરામાં મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા હતા. જસ્ટિસ કરોલે ત્રિપુરા સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટીના પેટ્રોન-ઈન-ચીફ તેમજ ત્રિપુરા જ્યુડિશિયલ એકેડમીના પ્રમુખ તરીકે સેવા આપી છે. તેમનો જન્મ 23 ઓગસ્ટ 1961ના રોજ શિમલામાં થયો હતો.

2 / 5
જસ્ટિસ પીવી સંજય કુમાર: વર્ષ 2021 માં તેમણે મણિપુર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકેનો કાર્યભાર સંભાળ્યો. આ પહેલા તેઓ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં જજ તરીકે નિયુક્ત થયા હતા. જસ્ટિસ કુમારનો જન્મ 14 ઓગસ્ટ, 1963ના રોજ થયો હતો. તેમના પિતા પી રામચંદ્ર રેડ્ડી આંધ્ર પ્રદેશના એડવોકેટ જનરલ હતા.

3 / 5
જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાઃ 20 જૂન 2011ના રોજ પટના હાઈકોર્ટમાં જજ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી. આ પછી તેમને 10 ઓક્ટોબર 2021 ના ​​રોજ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.  ગયા વર્ષે જૂનમાં તેમને ફરીથી પટના હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તેમનો જન્મ 11 મે 1963ના રોજ થયો હતો. તેઓ 27 સપ્ટેમ્બર 1991થી બિહાર સ્ટેટ બાર કાઉન્સિલ સાથે જોડાયેલા છે.

4 / 5
જસ્ટિસ મનોજ મિશ્રાઃ તેમણે વર્ષ 1988માં અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી કાયદામાં સ્નાતક કર્યું હતું. 12 ડિસેમ્બર 1988ના રોજ એડવોકેટ તરીકે નોંધણી થઈ. સિવિલ, રેવન્યુ, ફોજદારી અને બંધારણીય પક્ષોમાં પ્રેક્ટિસ કર્યા પછી, તેમને અલ્હાબાદ હાઈકોર્ટમાં એડિશનલ જજ તરીકે બઢતી આપવામાં આવી હતી.

5 / 5
જસ્ટિસ પંકજ મિત્તલઃ તેમણે 1982માં અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. આ પછી તેમણે મેરઠ કોલેજમાંથી એલએલબી કર્યું. તેઓ 1985થી અલ્હાબાદ હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. જાન્યુઆરી 2021માં તેમને જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનાવવામાં આવ્યા હતા.

Published On - 11:46 pm, Sat, 4 February 23

Next Photo Gallery