Gujarati News Photo gallery Know about the most expensive house in the country, from Ambani to Amitabh what is the splendor of the houses of the rich Find out through this photo story
જાણો દેશના સૌથી આલીશાન ઘર વિશે, અંબાણીથી લઈ અમિતાભ સુધી ધનિકોના મકાનનો વૈભવ કેવો છે? જાણો આ Photo Story દ્વારા
ભારતમાં અમીરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ફોર્બ્સની 2023 બિલિયોનેર્સની તાજેતરમાં જ બહાર પાડવામાં આવેલી યાદી અનુસાર ભલે વિશ્વમાં અબજોપતિઓની સંખ્યામાં ઘટાડો થયો હોય પરંતુ આ વર્ષે ભારતમાં 16 નવા અબજપતિઓ નોંધાયા છે. આ શ્રીમંત લોકો તેમના વૈભવ માટે જાણીતા હોય છે.
1 / 7
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીની માલિકીનું એન્ટિલિયા માત્ર ભારતનું સૌથી મોંઘું ઘર નથી પરંતુ વિશ્વના સૌથી મોંઘા મકાનોની યાદીમાં પણ ટોચ પર છે. મુંબઈના સૌથી પોષ વિસ્તાર સ્થિત એન્ટિલિયાએ 568 ફૂટની ગગનચુંબી ઈમારત છે જેમાં 27 માળ છે. શિકાગો સ્થિત પ્રસિદ્ધ આર્કિટેક્ટ વિલ અને પર્કિન્સ દ્વારા ડિઝાઇન કરાયેલ બિલ્ડિંગમાં 9 હાઇ-સ્પીડ એલિવેટર્સ, 3 હેલિપેડ, આઈસ્ક્રીમ પાર્લર, 80-સીટ મૂવી થિયેટર, સલૂન, જિમ, વગેરે છે.
2 / 7
રેમન્ડ ગ્રુપના ચેરમેન ગૌતમ સિંઘાનિયાની માલિકીનું જેકે હાઉસ ભારતની બીજી સૌથી મોંઘી ખાનગી ઇમારત છે અને તે એન્ટિલિયા જેવા જ રોડ પર સ્થિત છે. જેની કિંમત આશરે રૂપિયા 6,000 કરોડ છે. જેકે હાઉસ એ 30 માળની મિલકત છે જેમાં આધુનિક રહેણાંક જગ્યા, બે સ્વિમિંગ પૂલ અને વિશ્વની સૌથી મોંઘી કાર પાર્ક કરવા માટે પાંચ માળનું આરક્ષિત પાર્કિંગ છે.
3 / 7
દેશના સૌથી મોંઘા ઘરોની યાદીમાં અંબાણી પરિવારનું આ ઘર ત્રીજા સ્થાને આવે છે. મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણીની બિલ્ડિંગ એબોડએ ભારતનું ત્રીજું સૌથી મોંઘું ઘર છે. તેની અંદાજિત કિંમત લગભગ 5,000 કરોડ રૂપિયા છે. અનિલ અંબાણીના આ ભવ્ય નિવાસસ્થાન 17 માળની ઇમારત છે.
4 / 7
મુકેશ અંબાણીના ખૂબ જ ખાસગણાતા મનોજ મોદી વિશે ઘણા લોકો બહુ ઓછા જાણતા હશે. પરંતુ તેઓ રિલાયન્સ ગ્રુપમાં લેવાયેલા દરેક મોટા નિર્ણયમાં સામેલ હોય છે. અંબાણીએ તેમને 22 માળની ઇમારત ભેટમાં આપી છે જેની કિંમત લગભગ 1500 કરોડ રૂપિયા છે. કિંમતની દૃષ્ટિએ તે દેશનું ચોથું સૌથી મોંઘું ઘર બની ગયું છે.
5 / 7
દેશમાં વેક્સીન કિંગ તરીકે ઓળખાતા સાયરસ પૂનાવાલા પણ સૌથી મોંઘા મકાન ધરાવતા અબજોપતિઓની યાદીમાં સામેલ છે. તેમનું લિંકન હાઉસ દેશમાં પાંચમું સૌથી મોંઘું છે, જે મુંબઈમાં જ આવેલું છે. અહેવાલો અનુસાર લિંકન હાઉસની કિંમત લગભગ 750 કરોડ રૂપિયા છે.
6 / 7
બોલીવુડના BIG B અમિતાભ બચ્ચન મુંબઈના જુહુમાં એક સુંદર ઘર ‘જલસા’ ધરાવે છે. શરૂઆતમાં ઘરનું નામ 'માનસા' હતું પરંતુ પછીથી જ્યોતિષની ભલામણ પર તેને બદલીને 'જલસા' કરવામાં આવ્યું હતું.
7 / 7
બોલિવૂડના કિંગ ખાનનું ઘર ‘મન્નત’ કોઈ પરિચયની જરૂર નથી. શાહરૂખ ખાનનું ઘર અરબી સમુદ્રના કિનારે છે આ આધુનિક બંગલો મુંબઈના બાંદ્રામાં બેન્ડસ્ટેન્ડ ખાતે આવેલો છે. આકર્ષક બેડરૂમ, એક પુસ્તકાલય, જિમ, એક વ્યક્તિગત ઓડિટોરિયમ અને અન્ય ઘણી સુવિધાઓથી બનેલો ભવ્ય બંગલો અંદાજે રૂ. 200 કરોડનો છે.
Published On - 6:20 am, Fri, 28 April 23