
મીનાક્ષી અમ્માન મંદિર : તમિલનાડુનું આ મંદિર સૌથી રંગીન છે. આ મંદિર મદુરાઈમાં આવેલું છે. આ મંદિરની સુંદરતા તેને જોઈને જ બની જાય છે. અહીં દૂર-દૂરથી લોકો દર્શન કરવા આવે છે. મીનાક્ષી મંદિરનું આખું નામ મીનાક્ષી સુંદરેશ્વર મંદિર કે મીનાક્ષી અમ્મા મંદિર છે. ભારતનાં તામિલનાડુ રાજ્યના મદુરાઈ નગરમાં સ્થિત એક ઐતિહાસિક મંદિર છે.

કેદારનાથ : કેદારનાથના દર્શન કરવા માટે માત્ર ભારતમાંથી જ નહીં પરંતુ વિદેશથી પણ લોકો આવે છે. આ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. અહીં બરફથી ઢંકાયેલા હિમાલયના સુંદર પહાડોને જોવાનો એક અલગ જ અનુભવ થાય છે. કેદારનાથમાં ભગવાન શિવની પીઠની પૂજા થાય છે. આ સ્થળ હિમાલયની ગિરિમાળામાં ગઢવાલ ક્ષેત્રમાં ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં રુદ્રપ્રયાગ જિલ્લામાં મંદાકિની નદીને કિનારે આવેલું છે. આ ધામ હવામાનની વિષમતાના કારણે તેમજ દુર્ગમ ભૌગોલિક પરિસ્થિતિઓને કારણે વર્ષ દરમ્યાન અક્ષયતૃતિયાથી શરૂ કરીને કાર્તિક સુદ પૂર્ણિમા સુધી દર્શન માટે ખુલ્લું રહે છે.
Published On - 1:02 pm, Mon, 12 June 23