
1969માં તેમની 100મી જન્મજયંતિ નિમિત્તે ભારતીય ચલણી નોટો પર મહાત્મા ગાંધીનો ફોટો સૌપ્રથમવાર જોવા મળ્યો હતો. ત્યારબાદ, 1996માં ભારતીય રિઝર્વ બેંકે મહાત્મા ગાંધીનો ફોટો ધરાવતી નોટોની નવી સિરીઝ બહાર પાડી હતી.

મહાત્મા ગાંધીજીનો આ ફોટો વ્યક્તિત્વને પણ દર્શાવે છે. જે હંમેશા શાંતિ અને અહિંસાનો સંદેશ આપે છે. તેની સ્માઈલ તેના દયાળુ અને કરુણામય સ્વભાવને દર્શાવે છે. આજે ગાંધીજીનો ફોટો માત્ર ભારતીય નોટો પર જ નથી પરંતુ દુનિયાભરમાં શાંતિ અને અહિંસાના પ્રતિકના રુપમાં માનવામાં આવે છે.