Gujarati News Photo gallery Know about Rajiv Gandhi Family Tree Jawaharlal Nehru Rahul Gandhi Indira Gandhi Priyanka Gandhi Robert Vadra
Rajiv Gandhi Family Tree : આજે છે દેશના સૌથી યુવા વડાપ્રધાન રહી ચૂકેલા રાજીવ ગાંધીની જન્મજંયતિ, આખું પરિવાર રાજકારણમાં છે
ભારતમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને કોમ્યુનિકેશન ક્રાંતિનો શ્રેય રાજીવ ગાંધીને આપવામાં આવે છે. તેમણે અર્થતંત્રને ઉદાર બનાવવા અને સરકારી અમલદારશાહીમાં સુધારા માટે અનેક પગલાં લીધાં. દેશના પૂર્વ પીએમ રાજીવ ગાંધીની જન્મજયંતિ (Rajiv Gandhi Birth Anniversary ) 20 ઓગસ્ટના રોજ છે.
1 / 12
આજે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતિ છે. આ પ્રસંગે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ દિલ્હીમાં 'વીર ભૂમિ' જઈને તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પ્રિયંકા ગાંધી પણ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.
2 / 12
રાજીવ ગાંધીના જન્મદિવસને દર વર્ષે 20 ઓગસ્ટના રોજ સદભાવના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે કોંગ્રેસ દેશભરમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરે છે. પાર્ટીના કાર્યકરો અને નેતાઓએ રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. આ દિવસે તેમનો સમગ્ર પરિવાર, નજીકના મિત્રો, સંબંધીઓ અને કોંગ્રેસના અગ્રણી નેતાઓ તેમની સમાધિ સ્થળ વીરભૂમિ પર એકઠા થાય છે.
3 / 12
તેમની માતાનું નામ ઈન્દિરા ગાંધી અને પિતાનું નામ ફિરોઝ ગાંધી હતું.તેમના નાના પંડિત જવાહરલાલ નેહરુ દેશના પ્રથમ વડાપ્રધાન હતા. રાજીવ ગાંધીની નાનીનું નામ કમલા નેહરું હતુ, રાજીવ ગાંધી 2 ભાઈઓ હતા રાજીવ ગાંધી અને સંજય ગાંધી, રાજીવ ગાંધીના લગ્ન સોનિયા ગાંધી સાથે થયા હતા. તેમને 2 બાળકો છે. પુત્રનું નામ રાહુલ ગાંધી અને પુત્રીનું નાં પ્રિયંકા ગાંધી,
4 / 12
ઈટાલીની સોનિયા અને ભારતના રાજીવ ગાંધીની પ્રથમ મુલાકાત કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં થઈ હતી. સોનિયા અને રાજીવની પહેલી મુલાકાત તેમના એક મિત્ર દ્વારા થઈ હતી. જે બાદ રાજીવે પહેલી મુલાકાતમાં જ સોનિયા સાથે જીવન વિતાવવાનો નિર્ણય લીધો હતો.અહીંથી તેમની લવ સ્ટોરી શરૂ થઈ હતી.
5 / 12
રાજીવ ગાંધી કેમ્બ્રિજમાં ભણતા હતા, તે જ સમયે તેઓ સોનિયા ગાંધીને મળ્યા હતા. સોનિયા ગાંધી ઈટાલિયન મૂળની વિદ્યાર્થીની હતી અને તે સમયે કેમ્બ્રિજમાં અંગ્રેજીનો અભ્યાસ કરતી હતી. બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા અને પછી વાત પરિવાર સુધી પહોંચી. બંનેએ 1968માં લગ્ન કર્યા હતા. બંનેના બાળકોના નામ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી છે.21 મે, 1991ના રોજ, રાજીવ ગાંધીનું તમિલનાડુના પેરુમ્બદૂરમાં એક ચૂંટણી રેલી દરમિયાન માનવ બોમ્બ વિસ્ફોટમાં મૃત્યુ થયું હતું.
6 / 12
દેશના પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના દિવંગત નેતા રાજીવ ગાંધીની આજે 79મી જન્મજયંતિ છે. રાજીવ ગાંધીનો જન્મ 20 ઓગસ્ટ 1944ના રોજ મુંબઈમાં થયો હતો. 1984માં ઈન્દિરા ગાંધીની હત્યા બાદ તેઓ વડાપ્રધાન બન્યા (1984-1989). રાજીવ ગાંધીએ દહેરાદૂનની સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. આ પછી તેણે લંડનની ઈમ્પિરિયલ કોલેજમાં એડમિશન લીધું અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગનો કોર્સ કર્યો.
7 / 12
20 ઓગસ્ટ 1944ના રોજ જન્મેલા રાજીવ ગાંધીએ 1981માં 37 વર્ષની વયે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. આ પછી તેમની રાજકીય કારકિર્દીની પ્રથમ ચૂંટણી સામાન્ય સભા સાગર જિલ્લાના બીના ખાતે યોજાઈ હતી.રાજીવ ગાંધીને દેશના સૌથી યુવા વડાપ્રધાન કહેવામાં આવે છે. તેઓ માત્ર 40 વર્ષની વયે પીએમ બન્યા હતા. તેમણે તેમની માતા ઈન્દિરા ગાંધીની હત્યા બાદ તરત જ વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા.
8 / 12
રાજીવ ગાંધી ક્યારેય રાજકારણમાં ન આવ્યા હોત, જો તેમના નાના ભાઈ સંજય ગાંધીનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ ન થયું હોત. 23 જૂન 1980ના રોજ જ્યારે સંજય ગાંધીનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું, ત્યાર બાદ તેમનું જીવન બદલાઈ ગયું. તેમણે જૂન 1981માં અમેઠી લોકસભા પેટાચૂંટણી જીતી હતી. તેમને 258,884 મત મળ્યા હતા. સંજય ગાંધીના નિધન બાદ આ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી.
9 / 12
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે કેન્દ્રશાસિત પ્રદેશ લેહ-લદ્દાખના પ્રવાસે છે.તમને જણાવી દઈએ કે 20 ઓગસ્ટ 1944ના રોજ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનો જન્મ થયો હતો. કોંગ્રેસ આ દિવસને ગુડવિલ ડે તરીકે ઉજવે છે.
10 / 12
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 25 ઓગસ્ટ સુધી લેહ-લદ્દાખના પ્રવાસે છે. આજે તે પેંગોંગ લેકના રસ્તે બાઇક ચલાવતો જોવા મળ્યો હતો. પૂર્વ પીએમ રાજીવ ગાંધીની જન્મજયંતિ 20 ઓગસ્ટે છે. રાહુલે કહ્યું કે પિતા રાજીવ ગાંધીને પેંગોંગ લેક ખૂબ પસંદ હતું.
11 / 12
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીનો જન્મ 12 જાન્યુઆરી 1972ના રોજ થયો હતો. પ્રિયંકાએ મુરાદાબાદના બિઝનેસમેન રોબર્ટ વાડ્રા સાથે લગ્ન કર્યા છે. તેમને બે બાળકો છે, 19 વર્ષની દીકરી મિરાયા અને 20 વર્ષનો દીકરો રેહાન. પ્રિયંકા ગાંધી રાજકારણમાં એક મોટું નામ છે, પરંતુ તેમના બાળકો રાજકારણથી દૂર છે.
12 / 12
પ્રિયંકા ગાંધીનો પુત્ર રેહાનને બાળપણથી જ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફીનો શોખ છે, જ્યારે તેની પુત્રી મિરાયાને બાસ્કેટબોલમાં રસ છે. વાડ્રા દંપતીએ તેમના લગ્નની સિલ્વર જ્યુબિલી (25મી વર્ષગાંઠ) ફ્રેબુઆરીમાં ઉજવી હતી.
Published On - 9:25 am, Sun, 20 August 23