આ મંદિર રામાયણ કાળનું માનવામાં આવે છે, જે શ્રીલંકામાં આવેલું છે. માન્યતા છે કે ભગવાન શ્રીરામે રાવણનો વધ કર્યા બાદ ભગવાન શિવની પૂજા કરી હતી. મુન્નેશ્વરમ મંદિર પરિસરમાં ઘણા નાના મંદિર આવેલા છે. જેમાં મુખ્ય મંદિર ભગવાન શિવને સમર્પિત છે. આ શિવલિંગની સ્થાપના ભગવાન રામે કરી હતી, તેથી તેને રામલિંગમ પણ કહેવામાં આવે છે. આ મંદિરમાં પ્રસાદ તરીકે તરબુચ, પપૈયા, નારંગી, કેળા, સફરજન સહિત ઘણા પ્રકારના ફળ ચઢાવવામાં આવે છે.