
સંપૂર્ણ વાતાનુકૂલિત જટાયુ ક્રુઝ બોટમાં 100 લોકો બેસી શકે છે. તે તમને સરયુ નદી દ્વારા શહેરના સુંદર ઘાટો અને મંદિરોના પ્રવાસ પર લઈ જશે. રાઇડ દરમિયાન સરયુ નદીની આરતી પણ થશે. પ્રવાસ દરમિયાન મુસાફરોને ભોજન અને નાસ્તો પણ આપવામાં આવશે.

'જટાયુ' અયોધ્યામાં આવી પ્રથમ સેવા હશે, જે પ્રીમિયમ ક્રુઝ સેવા છે. આ ઉપરાંત 'પુષ્પક' નામની બીજી ક્રુઝ સેવા આ વર્ષના અંતમાં શરૂ કરવામાં આવશે. પુષ્પક નામની આ ક્રૂઝ મોટી હશે. તેમાં અંદાજે 150 મુસાફરો માટે બેઠક વ્યવસ્થા હશે.