
વાસણ પર લીંબુ ઘસો : જો તમે ગંદા વાસણ પર લીંબુ ઘસો છો, તો તે વાસણને ઝડપથી સાફ કરે છે. જો કોઈ વાર જમવાનું બનાવતા તપેલી બળી જાય તો લીંબુથી સાફ કરો. જો તમે પણ આ નુસખા અપનાવવા માંગતા હોવ તો અડધુ લીંબુ કાપીને બળી ગયેલા વાસણ પર ઘસો. હવે તેમાં ગરમ પાણી ઉમેરીને છોડી દો. તેનાથી વાસણની કાળાશ દૂર થઈ જશે.

વિનેગર : બળી ગયેલી વાસણને સાફ કરવા માટે તેમાં વિનેગર અને ખાવાનો સોડા મિક્સ કરો અને થોડીવાર માટે છોડી દો. તેનાથી તમારા વાસણો થોડા જ સમયમાં સાફ થઈ જશે.

મીઠું : જો ચા કે દૂધ કે કોઈ વાસણ બળી જાય તો તેમાં 2 ચમચી મીઠું નાખો અને પછી કડાઈમાં પાણી ભરો અને લિક્વિડ ડીશવોશર સાબુનું પાણી ઉમેરો અને તે વાસણ હળવુ ગરમ કરો. હવે તેને એક કલાક આ રીતે રાખ્યા બાદ તેને કૂચા વડે સાફ કરો.
Published On - 3:23 pm, Fri, 26 April 24