kitchen Tips : એર ફ્રાયરને સાફ કરવામાં થઈ રહી છે મુશ્કેલી ? આ ટીપ્સ અપનાવો ,જુઓ તસવીરો

|

Dec 31, 2024 | 9:55 AM

વર્તમાન સમયમાં મોટાભાગના લોકોના ઘરે એર ફ્રાયર હોય છે. એર ફ્રાયરમાં ઓછા તેલમાં વસ્તુઓ બનાવીને ખાઈ શકાય છે. પરંતુ કેટલીક વાર તેને સાફ કરવામાં મુશ્કેલી આવતી હોય છે. તો આજે આપણે જાણીશું કે એર ફ્રાયરને કેવી રીતે સરળતાથી સાફ કરી શકાય છે.

1 / 5
એર ફ્રાયરનો ઉપયોગ કરી તેને ઠંડુ થવા મુકો. જો તમે ગરમ એર ફ્રાયરને સાફ કરશો તો તમે તેનાથી દાઝી જવાની શક્યતા વધી જાય છે. એર ફ્રાયર સાફ કરતા પહેલા ધ્યાન રાખો કે તેનું વાયર પ્લગમાંથી કાઢેલુ હોય.

2 / 5
એર ફ્રાયરની અંદર આવેલા ભાગોની સાફ સફાઈ તમે ટૂથબ્રશથી પણ કરી શકો છો. એર આઉટલેટ અને એર વેન્ટ્સમાંથી જાળી દૂર કરવા માટે સોફ્ટ ટૂથબ્રશનો ઉપયોગ કરો.  આ ભાગોની સાફ સફાઈ હળવા હાથે કરવી જોઈએ.

3 / 5
એર ફ્રાયરની બહારના ભાગને અને સ્ટેનલેસ સ્ટીલ હોય તે ભાગને સાફ કરવા માટે નરમ કપડું કે ડીશ વોશ લિક્વિડનો ઉપયોગ કરી શકાય છે. ત્યારબાદ સૂકા કપડાથી પોલિશ કરી શકો છો.

4 / 5
 એર ફ્રાયરની અંદરથી દુર્ગંધ આવતી હોય ત્યારે અથવા તેલના ડાઘા સંપૂર્ણ પણે દૂર ન થયા હોય ત્યારે ખાવાના સોડાનો ઉપયોગ કરી સાફ સફાઈ કરી શકો છો. ખાવાના સોડા ડાઘા પર ઘસી તેને થોડી વાર માટે રેસ્ટ કરવા મુકો ત્યારબાદ તેને સ્વચ્છ કપડાથી સાફ કરી શકો છો.

5 / 5
 કેટલાક એર ફ્રાયરની અંદર કાર્બન અથવા એક્ટિવ ફિલ્ટર હોય છે. જે હવાને શુદ્ધ કરવા મદદ કરે છે. જો તમારા એર ફ્રાયરમાં આવા ફિલ્ટર્સ છે તો તેની સમયાંતરે તપાસ કરવા જોઈએ અને જરુરુ પડે ત્યારે બદલાવવા જોઈએ. (Image Credits: Getty Images)

Published On - 9:30 am, Tue, 31 December 24

Next Photo Gallery