King of Salangpur: સાળંગપુરમાં દાદાની વિશાળ પ્રતિમાના અનાવરણના દર્શન કરવા ઉમટ્યા લાખો ભક્તજનો, જુઓ Photos

|

Apr 05, 2023 | 8:13 PM

સાળંગપુરમાં દાદાની વિશાળ પ્રતિમાના અનાવરણના દર્શન કરવા ઉમટ્યા ભક્તજનો, આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ સહપરિવાર દાદાના દર્શને પહોંચ્યા હતા.

1 / 7
હનુમાનજીની મૂર્તિના અલગ-અલગ ભાગને સાળંગપુર લાવી અને પછી તેને જોડીને આ ભવ્ય રૂપ પ્રદાન કરવામાં આવ્યું છે. મહાબલીનું મુખારવિંદ જ 6.5 ફૂટ લાંબુ અને 7.5 ફૂટ પહોળું છે. જ્યારે કે તેમનો મુગટ 7 ફૂટ ઊંચાઈ અને 7.5 ફૂટ પહોળાઈ ધરાવે છે. હનુમાનજીની આ પ્રતિમા 54 ફૂટ ઊંચી છે. જેમાં તેમના હાથની લંબાઈ 6.5 ફૂટ અને પહોળાઈ 4 ફૂટ છે.

2 / 7
જ્યારે તેમના પગની લંબાઈ 8.5 ફૂટ અને પહોળાઈ 4 ફૂટ છે. હનુમાનજીના પગનાં કડાની ઊંચાઈ 1.5 ફૂટ અને પહોળાઈ 3.5 ફૂટ છે. સંપૂર્ણ સાળંગપુર ધામ 9.17 લાખ સ્કવેર ફૂટ વિસ્તારમાં પથરાયેલું છે. જે પૈકી કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટને પણ 1.35 લાખ સ્કવેર ફૂટ જગ્યામાં વિસ્તારવામાં આવ્યો છે.

3 / 7
પ્રભુની ગદા 27 ફૂટ લાંબી અને 8.5 ફૂટ પહોળી છે. હનુમાનજીએ ગળામાં ધારણ કરેલાં આભૂષણ 24 ફૂટ લાંબા અને 10 ફૂટ પહોળા છે. તેમના હાથના કડા 1.5 ફૂટ ઊંચાઈ અને 2.5 ફૂટ પહોળાઈ ધરાવે છે. દાદાની 54 ફૂટ ઉંચી પ્રતિમા 7 કિમી દૂરથી પણ દેખાશે.

4 / 7
શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ. જે હવે આગામી દિવસોમાં'કિંગ ઓફ સાળંગપુર'ના નામથી પણ ઓળખાશે. સાળંગપુર મંદિરમાં 54 ફુટની વિશાળ પ્રતિમા સ્થાપિત જે 7 કિમી દુરથી પણ દાદાના દર્શન થઈ શકશે

5 / 7
આ મૂર્તિ પંચધાતુની મૂર્તિનો વજન 30 હજાર કિલો હશે. આ મંદિર કુલ 1,35,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં આકાર લેશે. દાદાની આ મૂર્તિની ડિઝાઈન અને માર્ગદર્શનમાં કુંડળનાજ્ઞાનજીવનદાસ સ્વામીએ માર્ગદર્શન આપ્યું હતું.

6 / 7
13 ફૂટના બેઝ પર દાદાની મૂર્તિ દક્ષિણ મુખે રાખવામાં આવ્યું. આ મૂર્તિ - કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ 1,35,000 સ્ક્વેર ફૂટમાં આકાર લેશે. 4 સ્ટેપ્સમાં મૂર્તિ લગાવવામાં આવી. દાદાની મૂર્તિ સાળંગપુરની શાનમાં વધારો કરશે.

7 / 7
દાદાની મૂર્તિ સામે ગાર્ડન બનાવવામાં આવ્યું - એમ્ફી થિએટરમાં 1500 દર્શનાર્થીઓ બેસીને લાઇટ એન્ડ સાઉન્ડનો ફાઉન્ટેન શોની મજા માણી શકશે. મૂળ રાજસ્થાનના નરેશભાઈ કુમાવતે આ મૂર્તિ બનાવી છે.

Published On - 8:11 pm, Wed, 5 April 23

Next Photo Gallery