Kids Health tips: બાળકને એવો ખોરાક ખવડાવો કે જેથી તેના પેટમાં કૃમિની સમસ્યા ન થાય

|

Jul 21, 2022 | 10:53 AM

Stomach worm : : બાળકોના પેટમાં કૃમિ થવો એ સામાન્ય સમસ્યા છે, પરંતુ તેને અવગણવાથી તેના સ્વાસ્થ્યના વિકાસ પર ખરાબ અસર પડે છે. જો તમે ઇચ્છો તો કેટલાક ઘરેલું ઉપાય અપનાવીને પણ તમારા બાળકને તેનાથી બચાવી શકો છો. તેને આ ખોરાકનું સેવન કરાવો.

1 / 5
જો બાળકનો શારીરિક વિકાસ યોગ્ય રીતે નથી થઈ રહ્યો તો તેની પાછળનું કારણ પેટમાં કૃમિ હોઈ શકે છે. બાળકને આ સમસ્યા ન થાય તે માટે તેને દરરોજ આ ખોરાકનું સેવન કરાવો. જાણો આવા જ કેટલાક હેલ્ધી અને દેશી ફૂડ્સ વિશે.

2 / 5
નારિયેળ તેલઃ શું તમે જાણો છો કે બાળકને નારિયેળનું તેલ પીવડાવાથી પેટમાં રહેલા કૃમિ નાશ પામે છે. આ દેશી રેસીપી અનાદિ કાળથી લોકો ઉપયોગમાં લે છે. આ માટે દિવસમાં એકવાર બાળકને એક ચમચી નારિયેળ તેલ આપો. જો કે આ પધ્ધતિને અપનાવતા પહેલા નિષ્ણાતની સલાહ ચોક્કસ લો.

3 / 5
હળદરઃ ઔષધીય ગુણો ધરાવતી હળદરનો ઉપયોગ ઘરગથ્થુ ઉપચાર તરીકે પ્રાચીન સમયથી કરવામાં આવે છે. પેટના કૃમિ મારવા કે દૂર કરવા છાશમાં હળદર નાખીને બાળકને આપો. અઠવાડિયામાં બે કે ત્રણ વાર તેનો ઉપયોગ કરો અને ફાયદા જુઓ.

4 / 5
કારેલા: કારેલાનું નામ સાંભળતા જ આમ તો સૌ કોઇનું  મોં બગડી જાય છે, પણ તેના અનેક સ્વાસ્થ્ય ફાયદા છે. તેના દ્વારા પેટને સ્વસ્થ રાખી શકાય છે. એક કારેલાને મીઠાના પાણીમાં નાખો અને પછી તેને બટાકા સાથે ઉકાળો. હવે બાળકને મેશ કરીને ખવડાવો.

5 / 5
લીમડો: તેમાં ઘણા બળતરા વિરોધી ગુણો છે જે પેટ, ત્વચા અને વાળને સમસ્યાઓથી બચાવે છે. પેટના કૃમિ મારવા માટે લીમડાના પાનને સૂકવીને પછી તેને બાળકના ખોરાકમાં ઉમેરીને ખવડાવો. આ દિનચર્યાને 15 દિવસ સુધી અનુસરો.

Next Photo Gallery